Get App

Reliance Jio Q1: વર્ષના આધાર પર રિલાયંસ જિયોનો ક્વાર્ટર 1 નફો 12.2% વધીને ₹4863 કરોડ રહ્યો, આવક પણ વધી

વર્ષના આધાર પર જિયો ઈન્ફોટેકની આવક 10 ટકા વધીને 24,042 કરોડ રૂપિયા પર પહોંચી છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ જિયો ઈન્ફોટેકની આવક 21,873 કરોડ રૂપિયા હતી.

MoneyControl Newsઅપડેટેડ Jul 21, 2023 પર 5:47 PM
Reliance Jio Q1: વર્ષના આધાર પર રિલાયંસ જિયોનો ક્વાર્ટર 1 નફો 12.2% વધીને ₹4863 કરોડ રહ્યો, આવક પણ વધીReliance Jio Q1: વર્ષના આધાર પર રિલાયંસ જિયોનો ક્વાર્ટર 1 નફો 12.2% વધીને ₹4863 કરોડ રહ્યો, આવક પણ વધી
જિયો ઈન્ફોકોમે 21 જુલાઈના રોજ જુનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 4,863 કરોડ રૂપિયા રહ્યો

Reliance Jio Q1: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેલિકોમ વિભાગ જિયો ઈન્ફોકોમે 21 જુલાઈના રોજ જુનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 4,863 કરોડ રૂપિયા રહ્યો, જે વાર્ષિક ધોરણે 12.17 ટકાથી વધ્યો છે. જે ગત ક્વાર્ટરની સરખામણીએ 3.11 ટકા વધ્યો હતો.

વર્ષના આધાર પર જિયો ઈન્ફોટેકની આવક 10 ટકા વધીને 24,042 કરોડ રૂપિયા પર પહોંચી છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ જિયો ઈન્ફોટેકની આવક 21,873 કરોડ રૂપિયા હતી.

નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરમાં જિયો ઈન્ફોટેકના એબિટડા 14.7% વધીને 12,578 કરોડ રૂપિયા રહ્યા છે. જે ગત વર્ષના પહેલા ક્વાર્ટરમાં જિયોના એબિટડા 10,964 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરના જિયો ઈન્ફોટેકના એબિટડા માર્જિન 52.3 ટકા રહ્યા છે. જ્યારે ગત વર્ષના આધાર પર જિયો ઈન્ફોટેકના એબિટડા માર્જિન 52.3 ટકા રહ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો