Get App

Tata Motors : કોમર્શિયલ વ્હીકલના વધશે ભાવ, જાણો કેટલો થશે ફેરફાર

Tata Motors : ટાટા મોટર્સ તેના કોમર્સિયલ વ્હીકલના ભાવ વધારવા જઈ રહી છે. વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે ભાવ વધારો કોમર્શિયલ વ્હીકલની સમગ્ર સીરીઝમાં લાગુ થશે. જો કે, કિંમતોમાં વધારાની માત્રા વિવિધ મોડલ અને તેના વેરિઅન્ટ પર નિર્ભર રહેશે. અગાઉ ફેબ્રુઆરીમાં કંપનીએ તેના પેસેન્જર વ્હીકલની કિંમતમાં 1.2 ટકાનો વધારો કર્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Mar 22, 2023 પર 11:18 AM
Tata Motors : કોમર્શિયલ વ્હીકલના વધશે ભાવ, જાણો કેટલો થશે ફેરફારTata Motors : કોમર્શિયલ વ્હીકલના વધશે ભાવ, જાણો કેટલો થશે ફેરફાર

Tata Motors : કાર નિર્માતા દિગ્ગજ ટાટા મોટર્સે તેના કોમર્શિયલ વ્હીકલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આજે મંગળવારે કહ્યું કે 1 એપ્રિલ, 2023થી વ્હીકલની કિંમતમાં 5 ટકાનો વધારો થશે. કંપનીએ કહ્યું કે કિંમતોમાં વધારો BS-VI ઉત્સર્જન સ્ટાડર્ડના બીજા તબક્કાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે જે 1 એપ્રિલથી અમલમાં આવશે. અગાઉ ફેબ્રુઆરીમાં, ટાટા મોટર્સે વધતા ઈનપુટ ખર્ચને કારણે તેના પેસેન્જર વ્હીકલની કિંમતમાં 1.2 ટકાનો વધારો કર્યો હતો.

કેટલો વધારો થશે?

કંપનીએ વધુમાં ઉમેર્યું હતું કે ભાવ વધારો કોમર્શિયલ વ્હીકલની સમગ્ર સીરીઝમાં લાગુ થશે. જો કે, કિંમતોમાં વધારાની માત્રા વિવિધ મોડલ અને તેના વેરિઅન્ટ પર નિર્ભર રહેશે. તાજેતરમાં ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે તેણે 5 મિલિયન પેસેન્જર વ્હીકલના પ્રોડક્શનનો આંકડો હાંસલ કર્યો છે. કંપનીએ 3 માર્ચે આ સિદ્ધિ હાંસલ કરી હતી અને એક કાર્યક્રમમાં તેની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો