Get App

Landmark Cars IPO Opens Today: આજે 13 ડિસેમ્બરે ખુલશે Landmark Carsનો ઇશ્યૂ! શું તમારે સબ્સક્રાઇબ કરવું જોઈએ?

Landmark Cars મર્સિડીઝ-બેન્ઝ, હોન્ડા, જીપ, ફોક્સવેગન અને રેનૉની ડીલર કંપની છે. આ સાથે ભારતમાં અશોક લેલેન્ડ સાથે કંપનીની કોમર્શિયલ વ્હીકલ ડીલરશિપ રાખે છે. નવા વાહનોના વેચાણની સાથે રિટેલ વેલ્યુ ચેઈન પણ છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 13, 2022 પર 11:02 AM
Landmark Cars IPO Opens Today: આજે 13 ડિસેમ્બરે ખુલશે Landmark Carsનો ઇશ્યૂ! શું તમારે સબ્સક્રાઇબ કરવું જોઈએ?Landmark Cars IPO Opens Today: આજે 13 ડિસેમ્બરે ખુલશે Landmark Carsનો ઇશ્યૂ! શું તમારે સબ્સક્રાઇબ કરવું જોઈએ?

Landmark Cars IPO Opens Today: પ્રીમિયમ અને લગ્ઝરી ઑટો બ્રાન્ડની ડીલર કંપની લેન્ડમાર્ક કાર્સ (Landmark Cars)નો ઈશ્યૂ આજે 13 ડિસેમ્બરે ખુલ્યો છે. તે IPO 15 ડિસેમ્બરને બંધ થશે. ઈશ્યૂ ખુલવાના એક દિવસ પહેલા 12 ડિસેમ્બરે કંપનીના એન્કર ઇનવેસ્ટર્સથી 165.30 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીએ BSEને આપી જાણકારીમાં કહ્યું કે એન્કર ઇનવેસ્ટર્સને 506 રૂપિયાના ભાવથી 3266 લાખ શેર વેચ્યા છે. કંપનીના ઈશ્યૂ પ્રાઈઝ 481-506 રૂપિયા છે. કુલ 14 એન્કર ઇનવેસ્ટર્સએ ઇશ્યૂમાં રોકાણ કર્યો છે. તેમાં HDFC MF, નિપ્પોન લાઇફ ઈન્ડિયા, ગોલ્ડમેન સેક્સ, આદિત્ય બિડલા સનલાઈફ, પાઈનબ્રિઝ ગ્લોબલ ફંડ, એડલવાઈઝ, માવેન ઇન્ડિયા ફંડ, BNP પારિબા આરબીટ્રાઝસ Resonance Opportunities Fund અને મૉર્ગન સ્ટેનલી સામેલ છે.

Lamdmark Carsએ કહ્યું કે કુલ શેરો માંથી 14.22 લાખ શેર 4 ડોમેસ્ટિક મ્યુચુઅલ ફંડ હાઉસને 4 સ્કીમના હેઠળ અલૉટ કર્યા છે. કંપની 552 કરોડ રૂપિયાના ઈશ્યૂ લાવી રહી છે. તેમાંથી 150 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ અને 402 કરોડ રૂપિયાના ઑફર ફૉર સેલ (OFS) છે. કંપનીના પ્રમોટર્સ અને પ્રાઈવેટ ઇક્વિટી TPG Growth તેનો હિસ્સો વેચી રહી છે. કંપનીના કર્મચારિયોને 48 રૂપિયા ડિસ્કાઉન્ટ પર ઈશ્યૂ મળશે.

Landmark Carsમાં રોકાણ કરવું યોગ્ય છે?

માર્કેટ એક્સપર્ટના અનુસાર, જો તમે લાંબા સમય સુધી રોકાઈ શકો છો તો આ ઈશ્યૂમાં રોકાણ કરવું યોગ્ય છે. કંપની નવા સ્ટોર ખોલી રહી છે. તેની સાથે વેચાણની સાથે માર્જિન પણ વધી રહી છે. જેનો ફાયદો લૉન્ગ ટર્મ રોકાણને મળી શકે છે.

Landmark Cars મર્સિડીઝ-બેન્ઝ, હોન્ડા, જીપ, ફોક્સવેગન અને રેનૉની ડીલર કંપની છે. આ સાથે ભારતમાં અશોક લેલેન્ડ સાથે કંપનીની કોમર્શિયલ વ્હીકલ ડીલરશિપ રાખે છે. નવા વાહનોના વેચાણની સાથે રિટેલ વેલ્યુ ચેઈન પણ છે. કંપની આફ્ટર સેલ્સ સર્વિસ અને રિપેર, સેકેન્ડ હેન્ડ વહાનોના વેચાણ સાથે થર્ડ પાર્ટી ઇન્શ્યોરેન્સ પ્રોડક્ટ પણ વેચવામાં મદદ કરે છે.

કંપનીનો ફોકસ પ્રીમિયમ અને લગ્ઝરી ઑટોમોટિવ સેગમેન્ટ પર છે. ક્રિસિલ રિસર્ચને આશા છે કે નાણાકીય વર્ષ 2022થી નાણાકીય વર્ષ 2027ની વચ્ચે કંપનીના પ્રીમિયમ સેગમેન્ટની ગ્રોથ 10-12 ટકા CAGRથી રહેશે.

ઈશ્યૂ 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો, 15 ટકા હિસ્સો હાઈ નેટવર્થ ઇન્ડિવિઝુઅલ્સ (HNI) અને 50 ટકા હિસ્સો ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ વૉયર્સ (QIB) માટે આરક્ષિત છે. શેરોના અલૉટમેન્ટ 20 ડિસેમ્બરના ફાઈનલ થશે અને લિસ્ટિંગ 2023 ડિસેમ્બરે થઈ શકે છે. ઈશ્યૂ માટે રજિસ્ટ્રાર લિંક ઇનટાઈમ ઈન્ડિયા છે. નવા શેરને જાહેર કરીને અકત્ર કરેલા પૈસાનો ઉપયોગ કંપની લોન ચુકવા અને સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યોમાં કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો