Divgi TorqTransfer Systems IPO Subscription: ઑટો કમ્પોનન્ટ્સ બનાવા વાળી કંપની દિવગી ટૉર્કટ્રાન્સફર સિસ્ટમ્સના આઈપીઓ સબસ્ક્રિપ્શનનો આજે બીજો દિવસ છે. આ ઈશ્યૂને લઇને સૌથી વધું વલણ રિટેલ રોકાણકારો દાખવી રહ્યા છે. તેના માટે આરક્ષિત ભાગ 89 ટકા સબ્સક્રાઈબ કરવામાં આવ્યો છે. જો કે, ઓવરઑલ આ ઇશ્યૂ માત્ર 19 ટકા સબ્સક્રાઈબ થયો છે. ગ્રે માર્કેટની વાત કરીએ તો શેરની સ્થિતિ સારી દેખાઈ રહી છે અને ઈશ્યૂના પ્રાઈઝ બેન્ડની અપર પ્રાઈઝનો હિસ્સો 70 રૂપિયાના ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) પર ટ્રેડ થઈ રહ્યા છે. જો કે માર્કેટ એક્સપર્ટના અનુસાર ગ્રે માર્કેટથી મળ્યા સંકેતો કરતા કંપનીએ ફંડામેન્ટલ્સ અને ફાઈનાન્શિયલના હિસાબથી રોકાણનો નિર્ણય લેવા માંગે છે. દિવગી ટૉર્કટ્રાન્સફરના 412 કરોડ રૂપિયાનો આઈપીઓના પ્રાઈઝ 560-590 રૂપિયા છે.

