Get App

Radiant Cash Management IPO: Radiant Cash Managementના શેરની લિસ્ટિંગ આવતીકાલે, જાણો ગ્રે માર્કેટના સંકેતો

Radiant Cash Managementના આઈપીઓને લઇને ગ્રે માર્કેટમાંથી પોઝિટીવ સંકેતો મળી રહ્યા છે. આ સમય આ ઈશ્યુ 6 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. આ માટે 94-99 રૂપિયા પ્રતિ શેરના પ્રાઈઝ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. તેનો મતલબ કે આ શેર 105 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર લિસ્ટ થઈ શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 04, 2023 પર 12:23 PM
Radiant Cash Management IPO: Radiant Cash Managementના શેરની લિસ્ટિંગ આવતીકાલે, જાણો ગ્રે માર્કેટના સંકેતોRadiant Cash Management IPO: Radiant Cash Managementના શેરની લિસ્ટિંગ આવતીકાલે, જાણો ગ્રે માર્કેટના સંકેતો

Radiant Cash Management IPO: રેડિયન્ટ કેશ મેનેજમેન્ટના શેરોની લિસ્ટિંગ BSE અને NSE પર કાલે એટલે કે 4 જાન્યુઆરીએ થવાની છે. આ શેરનું અલૉટમેન્ટ ફાઈનલ થઈ ગયું છે. આ આઈપીઓને લઇને રોકાણકારોનું ઉત્સાહ ઠંડો જોવા મળ્યો હતો. સબ્સક્રિપ્શનના અંતિમ દિવસે આ 53 ટકાના સબ્સક્રાઈબ થઈ શકે છે. જો કે, ગ્રે માર્કેટમાં આ આઈપીઓ હજી પણ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે અને રોકાણકારોને લિસ્ટિંગ ગેન મળવાની સંપૂર્ણ સંભાવના છે. કંપની આ આઈપીઓના દ્વારા 388 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે.

ગ્રે માર્કેટથી મળી રહ્યા પૉઝિટિવ સંકેત

રેડિયન્ટ કેશ મેનેજમેન્ટના આઈપીઓને લઈને ગ્રે માર્કેટમાંથી પોઝિટીવ સંકેતો મળી રહ્યા છે. આ સમય આ ઈશ્યુ 6 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. આ માટે 94-99 રૂપિયા પ્રતિ શેરના પ્રાઈઝ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. તેનો મતલબ કે આ શેર 105 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર લિસ્ટ થઈ શકે છે. રોકાણકારોને 6.06 ટકા લિસ્ટિંગ ગેન મળવાની સંભાવના છે.

રોકાણકારોને મળ્યો ઠંડો રિસ્પૉન્સ

આ આઈપીઓને લઇને રોકાણકારોનું રિસ્પૉન્સ ઠંડો રહ્યો છે. આ ઈશ્યૂ સબ્સક્રિપ્શનના અંતિમ દિવસે એટલે કે 27 ડિસેમ્બર સુધી 53 ટકા સબ્સક્રાઈબ થઈ શકે છે. 388 કરોડના આ આઈપીઓને 1,45,98,150 શેરો માટે બોલિ મળી હતી, જ્યારે ઑફર પર 2,74,29,959 શેર હતા. તેના હેઠળ, ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશન બાયર્સ માટે નક્કી હિસાબ સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ થઈ ગઈ હતી. જ્યારે, નૉન ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સના હિસ્સો 66 ટકા અને રિટેલ ઇન્ડિવિઝુઅલ ઇનવેસ્ટર્સનો હિસ્સો 20 ટકા સબ્સક્રિપ્શન મળ્યા છે.

કંપનીના વિશે

રેડિયન્ટ ભારતમાં બેન્કો, નાણાકીય સંસ્થાનો અને ઑર્ગેનાઈઝ્ડ રિટેલ અને ઈ-કૉમર્સ કંપનીઓ માટે કેશ મેનેજમેન્ટ સર્વિસેઝથી શંબંધિત આઉટસોર્સિંગ રિક્વાયરમેન્ટને પૂરો કરે છે. માર્ચ 2022 સુધી નેટવર્ક લોકેશન અથવા ટચ પ્વાઇન્ટના કેસમાં રિટેલ કેશ મેનેજમેન્ટ સેગમેન્ટમાં સૌથી મોટી કંપની છે. કંપનીના નફામાં છેલ્લા વર્ષની સરખામણીમાં માર્ચ 2022એ સમાપ્ત વર્ષમાં 18 ટકા એટલે કે 38.2 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેના સિવાય, આ સમય ગાળામાં કંપનીના રેવેન્યૂમાં 29 ટકાનો વધારો જોવા મળયો છે અને આ 286 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો