Get App

Radiant Cash Management IPO listing: Radiant Cash Management પ્રીમિયમ લિસ્ટિંગ, NSE પર 6.60% ની સાથે 100.20 રૂપિયા પર લિસ્ટ

Radiant Cash Management IPO listing: રેડિયન્ટ કેશ મેનેજમેન્ટના શેરોની લિસ્ટિંગ BSE અને NSE પર પ્રિમિયમ લિસ્ટિંગ થઈ છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 04, 2023 પર 1:19 PM
Radiant Cash Management IPO listing: Radiant Cash Management પ્રીમિયમ લિસ્ટિંગ, NSE પર 6.60% ની સાથે 100.20 રૂપિયા પર લિસ્ટRadiant Cash Management IPO listing: Radiant Cash Management પ્રીમિયમ લિસ્ટિંગ, NSE પર 6.60% ની સાથે 100.20 રૂપિયા પર લિસ્ટ

Radiant Cash Management IPO listing: રેડિયન્ટ કેશ મેનેજમેન્ટના શેરોની લિસ્ટિંગ BSE અને NSE પર પ્રિમિયમ લિસ્ટિંગ થઈ છે. કંપનીના શેર BSE પર 5.85% પ્રીમિયમની સાથે 99.50 રૂપિયા પર લિસ્ટ થયા છે. જ્યારે તેના શેરોની લિસ્ટિંગ NSE પર 6.60% પ્રીમિયમની સાથે 100.20 રૂપિયા પર લિસ્ટ થયા છે. Radiant Cash Management ની ઈશ્યૂ પ્રાઈઝ 94 રૂપિયા હતી. કંપનીનો ઈશ્યૂ 27 ડિસેમ્બરના બંધ થયો હતો.

રોકાણકારોનો મળ્યો ઠંડો રિસ્પૉન્સ

આ આઈપીઓને લઇને રોકાણકારોનો રિસ્પૉન્સ ઠંડો રહ્યો છે. આ ઈશ્યૂ સબ્સક્રિપ્શનના અંતિમ દિવસે એટલે કે 27 ડિસેમ્બર સુધી 53 ટકા સબ્સક્રાઈબ થયો હતો. 388 કરોડના આ આઈપીઓને 1,45,98,150 શેરો માટે બોલિ મળી હતી, જ્યારે ઑફર પર 2,74,29,959 શેર હતા. તેના હેઠળ, ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશન બાયર્સ માટે નક્કી હિસાબ સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ થઈ ગયો હતો. જ્યારે, નૉન ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સના હિસ્સો 66 ટકા અને રિટેલ ઇન્ડિવિઝુઅલ ઇનવેસ્ટર્સનો હિસ્સો 20 ટકા સબ્સક્રિપ્શન રહ્યો છે.

કંપનીના વિશે

રેડિયન્ટ ભારતમાં બેન્કો, નાણાકીય સંસ્થાનો અને ઑર્ગેનાઈઝ્ડ રિટેલ અને ઈ-કૉમર્સ કંપનીઓ માટે કેશ મેનેજમેન્ટ સર્વિસેઝથી સંબંધિત આઉટસોર્સિંગ રિક્વાયરમેન્ટને પૂરી કરે છે. માર્ચ 2022 સુધી નેટવર્ક લોકેશન અથવા ટચ પ્વાઇન્ટના કેસમાં રિટેલ કેશ મેનેજમેન્ટ સેગમેન્ટમાં સૌથી મોટી કંપની છે. કંપનીના નફામાં છેલ્લા વર્ષની સરખામણીમાં માર્ચ 2022એ સમાપ્ત વર્ષમાં 18 ટકા એટલે કે 38.2 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેના સિવાય, આ સમય ગાળામાં કંપનીના રેવેન્યૂમાં 29 ટકાનો વધારો જોવા મળયો છે અને આ 286 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો