Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયા અને ડાઓ ફ્યુચર્સમાં નરમાશ, પરંતુ ગિફ્ટ નિફ્ટીમાં પા ટકાનો ઉછાળો

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 9.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.71 ટકાના ઘટાડાની સાથે 32,305.33 ની આસપાસ દેખાય રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 08, 2023 પર 8:41 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયા અને ડાઓ ફ્યુચર્સમાં નરમાશ, પરંતુ ગિફ્ટ નિફ્ટીમાં પા ટકાનો ઉછાળોGlobal Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયા અને ડાઓ ફ્યુચર્સમાં નરમાશ, પરંતુ ગિફ્ટ નિફ્ટીમાં પા ટકાનો ઉછાળો
આજે USના નોન-ફોર્મ પેરોલના આંકડા પર નજર રહેશે. સાથે જ આજે USના UNEMPLOYMENTના આંકડા આવશે.

ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો દેખાય રહ્યા છે. એશિયા અને ડાઓ ફ્યુચર્સમાં નરમાશ જોવાને મળી. પરંતુ ગિફ્ટ નિફ્ટીમાં પા ટકાનો ઉછાળો દેખાયો. અમેરિકાના બજારમાં ગઈકાલે રોનક રહી. નાસ્ડેકમાં પણ દોઢ ટકાનો ઉછાળો દેખાયો.

ગઈકાલે અમેરિકાના બજાર તેજી સાથે બંધ થયા હતા. ડાઓ પા ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો. નાસ્ડેક દોઢના ઉછાળા સાથે બંધ થયો હતો. S&P 500 પણ પોઝિટીવ બંધ થયો હતો. આજે USના નોન-ફોર્મ પેરોલના આંકડા પર નજર રહેશે. સાથે જ આજે USના UNEMPLOYMENTના આંકડા આવશે.

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 9.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.71 ટકાના ઘટાડાની સાથે 32,305.33 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.78 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.89 ટકા વધીને 17,434.56 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.31 ટકાના ઘટાડાની સાથે 16,294 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.78 ટકાની તેજી સાથે 2,512.32 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 11.26 અંક એટલે કે 0.38 ટકા ઉછળીને 2,977.47 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો