Get App

આવનારા 1-2 વર્ષ સુધી ભારતીય અર્થતંત્રમાં મજબૂતી યથાવત રહેશે: વૈભવ સંઘવી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ASK હેજસોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 29, 2023 પર 4:33 PM
આવનારા 1-2 વર્ષ સુધી ભારતીય અર્થતંત્રમાં મજબૂતી યથાવત રહેશે: વૈભવ સંઘવીઆવનારા 1-2 વર્ષ સુધી ભારતીય અર્થતંત્રમાં મજબૂતી યથાવત રહેશે: વૈભવ સંઘવી

ASK હેજ સોલ્યુશન્સના સીઈઓ, વૈભવ સંઘવીનું કહેવું છે કે 2023ના છેલ્લા 2 મહિનામાં માર્કેટનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે. માર્કેટના વેલ્યુએશન આવતા વર્ષે પણ સારા રહેવાની આશા છે. એફપીઆઈના ફ્લો પર વ્યાજ દરની અસર જોવા મળી રહી છે. ફેડ તરફથી વ્યાજ દરમાં કાપની આશાએ હવે એફપીઆઈનો ફ્લો ઈએમ માં વધશે.

વૈભવ સંઘવીના મતે આવનારા એક કે બે વર્ષ સુધી ભારતીય અર્થતંત્રમાં મજબૂતી યથાવત રહેશે. રોકાણકારોએ કંપનીના વેલ્યુએશન જોઈને રોકાણ કરવું જોઈએ. બેન્કિંગ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટર સારૂ કરશે. પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટર બેન્ક વચ્ચેનો તફાવત ઓછો થયો છે.

વૈભવ સંઘવીના મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટર રોકાણ માટે સારૂ લાગી રહ્યું છે. આઈટી કંપનીઓ માટે એડવાન્સ ટેક્નોલોજી સાથે આગળ વધવું જરૂરી થઈ રહ્યું છે. આઈટી કંપનીઓના બિઝનેસ મોડલમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. 2024માં ફાઈનાન્શિયલ સેક્ટરનું પ્રદર્શન સારૂ રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો