એશિયન પેન્ટ્સના એમડી અને સીઈઓ, અમિત સિંઘલનું કહેવું છે કે આ ક્વાર્ટર અપેક્ષા કરતાં વધુ સારું રહ્યું છે. ઓવરઓલ ગ્રોથને તહેવારોની માંગને ટેકો મળ્યો હતું. નવેમ્બર સુધી ગ્રોથ સારો હતો. ડિસેમ્બરમાં ગ્રોથ થોડો ધીમો પડ્યો છે. આ ક્વાર્ટરમાં વોલ્યુમ ગ્રોથ 12 ટકા રહ્યો છે. કંપનીનો વેલ્યુ ગ્રોથ અંદાજ મુજબ રહ્યો છે. માર્જિન મોરચે પણ કંપનીનું પ્રદર્શન સારું રહ્યું છે.

