Get App

કોંગ્રેસના એક દિગ્ગજ નેતાનું મોટું એલાન, કહ્યું- 2024માં રાહુલ ગાંધી હશે વડાપ્રધાન પદનો ચહેરો

રાહુલ ગાંધી સત્તાની રાજનીતિ કરતા નથી, કમલનાથ, રાહુલ ગાંધી જનતાની રાજનીતિ કરે છે, કમલનાથ, જનતાની રાજનીતિ કરનારને જનતા ખુદ સિંહાસન પર બેસાડે છે કમલનાથ

MoneyControl Newsઅપડેટેડ Jan 02, 2023 પર 10:48 AM
કોંગ્રેસના એક દિગ્ગજ નેતાનું મોટું એલાન, કહ્યું- 2024માં રાહુલ ગાંધી હશે વડાપ્રધાન પદનો ચહેરો કોંગ્રેસના એક દિગ્ગજ નેતાનું મોટું એલાન, કહ્યું- 2024માં રાહુલ ગાંધી હશે વડાપ્રધાન પદનો ચહેરો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભારત જોડો યાત્રાને લઈને રાહુલ ગાંધીના નેતૃત્વને વખાણતા કહ્યુ છે કે તેઓ (રાહુલ) 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ વડાપ્રધાન પદનો ચહેરો પણ હશે.

તેમણે પીટીઆઈ-ભાષાને ઈમેલ દ્વારા આપેલા ઈન્ટરવ્યૂમાં પણ કહ્યુ છે કે રાહુલ ગાંધી સત્તાની નહીં, પરંતુ જનતાની રાજનીતિ કરે છે, આવા નેતાને દેશના લોકો આપોઆપ સિંહાસન પર બેસાડી દે છે. આ પુછવામાં આવતા કે શું રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષનો ચહેરો હોઈ શકે છે, તો કમલનાથે કહ્યુ છે કે જ્યાં સુધી 2024ની ચૂંટણીનો સવાલ છે, તો રાહુલ ગાંધીજી વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ પ્રધાનમંત્રીનો ચહેરો પણ હશે.

તેમણે કહ્યુ છે કે દુનિયાના ઈતિહાસમાં 3500 કિલોમીટરથી વધારે પદયાત્રા કોઈ વ્યક્તિએ કરી નથી. ભારત દેશ માટે આટલી શહાદત કોઈ પરિવારે આપી નથી, જેટલી ગાંધી પરિવારે આપી છે. કમલનાથે કહ્યુ છે કે રાહુલ ગાંધી સત્તાની રાજનીતિ કરતા નથી. તેઓ જનતાની રાજનીતિ કરે છે અને જે જનતાની રાજનીતિ કરે છે, જનતા તેને આપોઆપ સિંહાસન પર બેસાડી દે છે.

તાજેતરમાં આ પહેલીવાર છે કે જ્યારે કોંગ્રેસના કોઈ વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી પ્રધાનમંત્રી પદનો ચહેરો હશે. તેમણે કહ્યુ છે કે રાહુલ ગાંધીની યાત્રા રાજસ્થાન અને દિલ્હી બંનેમાં લોકપ્રિય થઈ રહી છે.તેમણે કહ્યુ છે કે મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તા જ સામેલ થયા ન હતા, પરંતુ સામાન્ય લોકો અને ખાસ કરીને નવયુવાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

એમ પુછવામાં આવતા કે શું ભવિષ્યમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને પાર્ટી છોડનારા અન્ય નેતાઓની કોંગ્રેસમાં વાપસી શક્ય છે, તો તેમણે કહ્યુ છે કે હું કોઈ વ્યક્તિ વિશેષ બાબતે ટીપ્પણી કરતો નથી. પરંતુ જે લોકોએ પાર્ટી સાથે ગદ્દારી કરી છે, કાર્યકર્તાઓનો ભરોસો તોડયો છે અને મધ્યપ્રદેશની જનતા સાથે બેઈમાની કરી છે, તેના માટે કોંગ્રેસના દરવાજા બંધ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો