Get App

Gujarat Election Result:આ ઐતિહાસિક પરિણામ પાછળ કયા મુખ્ય રહ્યાં કારણ જવાબદાર, કરો એક નજર

ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચુક્યા છે,, ભાજપની ઐતિહાસીક જીત થઈ છે, ત્રિપાંખીયા જંગ વચ્ચે હાર અને જીતનું શું રહ્યું મુખ્ય કારણ?

MoneyControl Newsઅપડેટેડ Dec 09, 2022 પર 3:44 PM
Gujarat Election Result:આ ઐતિહાસિક પરિણામ પાછળ કયા મુખ્ય રહ્યાં કારણ જવાબદાર, કરો એક નજરGujarat Election Result:આ ઐતિહાસિક પરિણામ પાછળ કયા મુખ્ય રહ્યાં કારણ જવાબદાર, કરો એક નજર

GUJARAT ELECTION 2022:
વાગ્યા ઢોલ, ફૂટ્યા ફટાકડા
ક્યાંક ખુશી... તો ક્યાંક ગમ

સમજો હાર અને જીતના એક એક કારણ
હવે ત્રણેય પક્ષોની હાર જીતના કારણો પર એક નજર કરીએ તો,,, દર વખતની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રીનો લોકપ્રીય ચહેરો ભાજપ માટે કમાલ કરી ગયો છે,, મતદાન પહેલા પીએમ મોદી, અમીત શાહે ગજવેલી બેક ટુ બેક સભા, આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓનો હુંકાર, બેઠકો પ્રમાણે ઉમેદવારોની પસંદગી, માઈક્રો પ્લાનિંગ, ટીમ વર્ક, મજબૂત સંગઠન, સ્પષ્ટ રણનીતિ, વિકાસની વાત, 365 દિવસ કામને જોઈ જનતાએ ભરોસાની ભાજપ સરકારને ફરી એક વખત આશીર્વાદ આપ્યા છે.

હવે કોંગ્રેસની હાર પાછળના કારણો પર એક નજર કરીએ તો
વર્ષ 2017માં પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસની બેઠકો 77 થઈ હતી, જોકે 19 થી વધુ ધારાસભ્યો 2022 સુધીમાં ભાજપમાં જોડાતા મતદારોનો પણ વિશ્વાસ કોંગ્રેસના ઉમેદવારોને લઈ ઉઠી ગયો હતો, તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે, મૂળ વાત જો કરીએ તો, કોંગ્રેસની રાજનીતિ આ વખતે રસ્તા ઉપર જ જોવા મળી છે,, ચૂંટણી વખતે નેતાઓ એક્શનમાં આવતા અને ખાટલા બેઠકો કરી 125 બેઠકો મેળવવાનો દાવો કરતા જનતાએ તેમની ફોર્મ્યુલાને રીતસરની નકારી છે,, આ ઉપરાંત રાહુલ ગાંધી પણ માત્ર એક જ વખત ગુજરાતના પ્રવાસે ચૂંટણી સંદર્ભે આવતા અને 3 થી 4 મોટા ચહેરાઓએ જ ચૂંટણી પુરતું મોઢું બતાવતા જનતાએ કોંગ્રેસને હારનો સ્વાદ ફરી એક વખત ચખાડ્યો છે.

ગુજરાતમાં સરકાર બનાવવાના આશયથી દિલ્હીથી ઉડી ગુજરાતમાં આવનાર કેજરીવાલના સપના અધુરી રહી ગયા છે, દર વખતની જેમ મતદારોએ ત્રીજા પક્ષને ફરી એક વખત નકાર્યો છે,,, મહત્વનું છે કે ભાજપની મજબૂત રણનીતિ સામે આમ આદમી પાર્ટીએ ઓછો પ્રચાર કર્યો હતો, આ ઉપરાંત બેઠક પ્રમાણે યોગ્ય ઉમેદવારની પસંદગી પણ ન કરતા કોંગ્રેસની જેમ આપને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો