Get App

અલવિદા ભાજપ, પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપને મોટો ફટકો લાગ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 28, 2022 પર 1:37 PM
અલવિદા ભાજપ, પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો અલવિદા ભાજપ, પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો

GUJARAT ELECTIONS 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને ખેસ પહેરાવીને-શાલ ઓઢાડીને પાર્ટીમાં સામેલ કર્યાં છે.

જયનારાયણ વ્યાસે સિદ્ધપુરથી ભાજપમાંથી ટિકિટ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ મળી ન હતી, છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપ અને નેતાઓની ટિકા કરતા હતા, તેમને પાર્ટીના કેટલાક નેતાઓએ સાઇડ લાઇન કર્યાં હતા, જેથી તેઓ નારાજ ચાલી રહ્યાં હતા અને હવે તેમને ભાજપનો સાથ છોડી દીધો છે, એક વર્ષો જૂના નેતાએ હવે ભાજપને અલવિદા કહીને કોંગ્રેસનો પંજો પકડી લીધો છે.

જયનારાયણ વ્યાસની રાજકીય કરિયર
જયનારાયણ ભાજપના સંકટમોચક રહ્યા
કેશુભાઈ પટેલ-નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા
2007થી 2012 સુધી મંત્રી તરીકે ફરજ બજાવી
ટીવી ડિબેટમાં સરકાર વતી ધારદાર દલીલો કરતા
2012માં પરાજય પછી જયનારાયણ વ્યાસ હાંસિયામાં ધકેલાયા
વિજય રૂપાણીની સરકારમાં સાઈડલાઈન થવા લાગ્યા
સિદ્ધપુર બેઠક પરથી 4 વખત જીત મેળવી

બધા સમાચાર

+ વધુુ વાંચો