GUJARAT ELECTIONS 2022: ભાજપનું ગુજરાતમાં 27 વર્ષથી શાસન છે, પરંતુ ભાજપ અત્યાર સુધી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી શકી ન હતી. પરંતું ભાજપે હવે એ પણ હાંસિલ કરી દીધું છે, હવે કોઈ કહી નહિ શકે કે, ભાજપે બહુમત તો મેળવી પણ માધવસિંહનો રેકોર્ડ તોડી ન શકી, ભાજપે 149 થી વધુ બેઠકો પર લીડ મેળવીને આ વાત પર પણ પૂર્ણવિરામ મૂક્યું છે. જેની ઉજવણી ચારેતરફ જોવા મળી રહી છે ભાજપના નેતાઓ કાર્યકરો મોઢું મીઠું કરાવી, ફટકાડા ફોડી ઉત્સવ મનાવી રહ્યા છે, જોકે બીજી તરફ કોંગ્રેસ ભવન ખાલીખમ નજરે ચઢ્યું છે.

