Get App

સલમાને રાહુલ ગાંધીને ગણાવ્યા રામ : ખુર્શીદે કોંગ્રેસીઓને કહ્યા ભરત

3 જન્યુઆરીથી યુપીના ગાઝિયાબાદથી યાત્રાનો બીજો તબક્કો થશે શરૂ, યુપીમાં ભારત જોડો યાત્રા પહેલા રાહુલ ગાંધીના ભગવાન રામ સાથે તુલના

MoneyControl Newsઅપડેટેડ Dec 27, 2022 પર 5:44 PM
સલમાને રાહુલ ગાંધીને ગણાવ્યા રામ : ખુર્શીદે કોંગ્રેસીઓને કહ્યા ભરત સલમાને રાહુલ ગાંધીને ગણાવ્યા રામ : ખુર્શીદે કોંગ્રેસીઓને કહ્યા ભરત

કોંગ્રેસના નેતા અને યુપીએ સરકારમાં વિદેશ મંત્રી રહી ચુકેલા સલમાન ખુર્શિદે રાહુલ ગાંધીને ભગવાના રામ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓને ભરત ગણાવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, સલમાન ખુર્શીદે કહ્યુ છે કે ભગવાન રામની ખડાઉ ઘણી દૂર સુધી જાય છે. ક્યારેક-ક્યારેક રામજી નથી પહોંચી શકતા, તો ભરત ખડાઉ લઈને સ્થાન-સ્થાન પર જાય છે. આવી જ રીતે અમે યુપીમાં ખડાઉ લઈને આવ્યા છે. હવે ખડાઉ આવી ગઈ છે, તો રામજી પણ આવશે.

સલમાન ખુર્શિદે બાદમાં રાહુલ ગાંધીને સુપરહ્યુમન પણ ગણાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જ્યારે અમે ઠંઢીમાં ઠુઠવાય રહ્યા છીએ અને જેકેટ પહેરી રહ્યા છીએ, ત્યારે રાહુલ ગાંધી ટીશર્ટમાં દેશભરની યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી એક યોગીની જેમ છે, જે પોતાની તપસ્યા પુરા ધ્યાનથી કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ખુર્શિદ સોમવારે યુપીના અમરોહામાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. કોંગ્રેસની ભારત જોડો યાત્રા 3 જાન્યુઆરીએ યુપીના ગાઝિયાબાદથી ફરીથી શરૂ થવાની છે. યાત્રા હાલ 9 દિવસના બ્રેક પર દિલ્હીમાં છે.

રાહુલ ગાંધી સોમવારે સવારે દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. જો કે કોંગ્રેસના ગૌરવ પાંધીના ટ્વિટને લઈને ભાજપે કહ્યુ હતુ કે જો કોંગ્રેસ ખરેખ અટલજીનું સમ્માન કરે છે, તો તેમને અંગ્રેજોના મુખબીર કહેનારા ગૌરવ પાંધીને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ. તેની સાથે નિવેદન બદલ માફી પણ માંગે.

બધા સમાચાર

+ વધુુ વાંચો