Get App

સત્તાનો સંગ્રામ: PM મોદી ફરી એક વાર બે દિવસના ગુજરાત પ્રવાસે, જસદણમાં અમિત શાહે ભવ્ય સભાને કર્યું સ

આવો આજે જાણીએ આપણે સત્તાના સંગ્રામમાં ગુજરાતમાં શું છે ચૂટંણીનો માહોલ.

MoneyControl Newsઅપડેટેડ Nov 24, 2022 પર 12:41 PM
સત્તાનો સંગ્રામ: PM મોદી ફરી એક વાર બે દિવસના ગુજરાત પ્રવાસે, જસદણમાં અમિત શાહે ભવ્ય સભાને કર્યું સસત્તાનો સંગ્રામ: PM મોદી ફરી એક વાર બે દિવસના ગુજરાત પ્રવાસે, જસદણમાં અમિત શાહે ભવ્ય સભાને કર્યું સ

આવો આજે જાણીએ આપણે સત્તાના સંગ્રામમાં ગુજરાતમાં શું છે ચૂટંણીનો માહોલ.

PM મોદીએ મહેસાણામાં જંગી સભાને કર્યું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેમણે મહેસાણામાં જંગી સભાને સંબોધન કર્યું... જનતાને સંબોધન કરતા તેમણે કહ્યું કે આ ચૂંટણી ન નરેન્દ્ર ન ભૂપેન્દ્ર લડે છે પરંતુ આ ચૂંટણી જનતા લડે છે... તો સાથે જ મહેસાણાની સભામાં તેમણે કોંગ્રેસ મોડલ પર પ્રહાર કરતા કહ્યું કે અરબો, ખરબોનો ભ્રષ્ટાચાર, પરિવારવાદ જાતિવાદ, ભાગલા પાડોનું મોડલ એટલે કોંગ્રેસ મોડલ. કોંગ્રેસના મોડેલે ગુજરાતને તબાહ કર્યું છે. તો વીજળી કનેક્શનમાં પણ ભ્રષ્ટાચારને લઇને વડાપ્રધાને કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્નો કર્યા. વધુમાં તેમણે કહ્યું કે જો તમે વીજળી માંગો તો તમને ગોળીઓથી વિંધી દેતા હતા, આ કોંગ્રેસનું મોડેલ હતું.

જસદણમાં અમિત શાહે ભવ્ય સભાને કર્યું સંબોધન

રાજકોટના જસદણમાં અમિત શાહે ભવ્ય સભાને સંબોધન કર્યું. તેમણે કોંગ્રેસ અને આપ પર અનેક પ્રહારો કર્યા.. તેમણે કહ્યું કે નર્મદા યોજનાને અટકાવવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું જેના કારણે ગુજરાતના ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા નર્મદા વિરોધી સાથે પદયાત્રા કરવાની વાત કરી. આમ આદમી પાર્ટી પર પણ પ્રહારો કરતા અમિત શાહે કહ્યું કે AAPએ મેઘાબેનને ટિકિટ આપી હતી તો તેમને પણ સવાલો પૂછજો.

ખેડૂત પૂત્ર ઉમેદવારે કર્યો અનોખો પ્રચાર

ખેડૂત પૂત્ર ઉમેદવારે અલગ પ્રકારનો જ પ્રચાર કર્યો. રાજકોટમાં એક કોંગ્રેસી ઉમેદવારે સૌનું ધ્યાન ખેંચ્યું. હિતેશ વોરાએ બળદ ગાડા પર બેસીને કર્યો પ્રચાર. ખેડૂત પૂત્ર માટે ગાડું મહત્વનું ગણાવ્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો પણ આ પ્રચારમાં જોડાયા.

તાપીના નિઝરમાં AAP દ્વારા રોડ શોનું કરાયું આયોજન

તાપીના નિઝરમાં આમ આદમી પાર્ટી દ્વારા રોડ શોનું આયોજન કરાયું જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ઉમેદવાર માટે પ્રચાર કર્યો.. તેમણે કહ્યું કે ગુજરાતની જનતાને રોજગારીની ખૂબ જ જરૂર છે અને તે માટે તેઓ સરકારી પરીક્ષાઓ માટે મહેનત કરે છે પરંતુ માત્ર નેતાઓના બાળકો જ આગળ જાય છે અને પેપર ફોડવાવાળા પણ નેતાઓ જ હોય છે.

કોંગ્રેસના ઉમેદવારે અલ્પેશ ઠાકોરને આપ્યો વળતો જવાબ

ડિઝાઈન સેટ ન થઈ, નહીં તો એ પણ આવવાના હતા. ભાજપ ઉમેદવાર અલ્પેશ ઠાકોરના નામ લીધા વગરના આ આક્ષેપો બાદ ગરમાવો આવ્યો છે. રાધનપુરથી અલ્પેશ ઠાકોરે ગઈકાલે આ નિવેદન આપ્યું હતું જે બાદ હવે રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ તેનો જવાબ આપ્યો છે.

જૂનાગઢ બેઠકમાં પોલીસ વિભાગનું મતદાન કરવામાં આવ્યું

જૂનાગઢ વિધાનસભા બેઠક માટે આજે પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું.. શહેરની પ્રાંત કચેરી ખાતે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. પોલીસ વિભાગના 344, હોમગાર્ડના 221 જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. વહીવટ વિભાગ દ્વારા આગામી એક ડિસેમ્બરે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. આ વખતે જૂનાગઢમાં 82 ટકા મતદાન થાય તેવું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

શત્રુશૈલ્યસિંહજીએ બે દિવસ અગાઉ નિવાસસ્થાનેથી કર્યું મતદાન

જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ બે દિવસ અગાઉ નિવાસસ્થાનેથી મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી. જેને લઈ PM મોદીએ ટ્વિટ કરી જામસાહેબને લોકશાહીના પર્વમાં ફરજ નિભાવવા બદલ અભિનંદન પાઠવ્યા. વધુમાં PM મોદીએ જણાવ્યું કે, જામસાહેબ શ્રીના લોકશાહીના ઉત્સવ પ્રત્યેના અદ્ભુત જુસ્સાને બિરદાવું છું. ઉપરાંત PM મોદીએ જામસાહેબથી પ્રેરાઈ યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનાર મતદારો આગામી સમયમાં વિક્રમી મતદાન કરશે તેવી આશા પણ વ્યક્ત કરી.

દિવ્યાંગને મતદાન માટે નહીં જરુર પડે સહાયકની

હવે દિવ્યાંગને મતદાન માટે નહીં જરુર પડે સહાયકની. ચૂંટણી અને દિવ્યાંગ મતદારોને જોડતી કડી બન્યું અંધજન મંડળ. દિવ્યાંગો માટે ખાસ પ્રકારની બેલેટ પેપર તૈયાર કરાય. બ્રેઈલ ફેસિલેટેડ વોટિંગ મશીન સુવિધા કરાઈ ઉભી.

રાજ્યમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી

રાજ્યમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં 10 હજારથી વધુ પોલીસોનો બંદોબસ્ત ગોઠવાશે. 6 હજાર હોમગાર્ડ, 12 ARPS ટુકડીનો બંદોબસ્ત ગોઠવાશે. 112 CRPની ટુકડીઓ પણ તૈનાત રખાવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો