Get App

સત્તાનો સંગ્રામ: ભાજપે ત્રણ ઉમેદવારોના નામ કર્યા જાહેર, ઘાટલોડિયા બેઠકથી CMએ ઉમેદવારી નોંધાવી

આવો આજે જાણીએ આપણે સત્તાના સંગ્રામમાં ગુજરાતમાં શું છે ચૂટંણીનો માહોલ.

MoneyControl Newsઅપડેટેડ Nov 17, 2022 પર 12:00 PM
સત્તાનો સંગ્રામ: ભાજપે ત્રણ ઉમેદવારોના નામ કર્યા જાહેર, ઘાટલોડિયા બેઠકથી CMએ ઉમેદવારી નોંધાવીસત્તાનો સંગ્રામ: ભાજપે ત્રણ ઉમેદવારોના નામ કર્યા જાહેર, ઘાટલોડિયા બેઠકથી CMએ ઉમેદવારી નોંધાવી

આવો આજે જાણીએ આપણે સત્તાના સંગ્રામમાં ગુજરાતમાં શું છે ચૂટંણીનો માહોલ.

ભાજપે ત્રણ ઉમેદવારોના નામ કર્યા જાહેર

ભાજપે આજે તેના વધુ 3 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કુલ 181 ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી ચૂકી છે. ખેરાલુથી સરદારભાઇ ચૌધરી, માણસાથી જયંતિભાઇ પટેલ અને ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપવામાં આવી છે. હજૂ 1 ઉમેદવારની યાદી બાકી છે. બીજા તબક્કા માટે આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.

અમદાવાદ ઘાટલોડિયા બેઠકથી CMએ ભર્યુ ઉમેદવારી ફોર્મ

અમદાવાદની ઘાટલોડિયા બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી નોંધાવતી સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા. ઉમેદવારી ભરતા પહેલા ભવ્ય રોડ શો પણ યોજવામાં આવ્યો. રેલીમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો હાજર રહ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને માલધારી સમાજના આગેવાનોએ પાઘડી પહેરાવી હતી. સોલા ખાતે મધ્યસ્થ કાર્યાલયને અમિત શાહે ખુલ્લુ મૂક્યું હતું. રેલી પહેલાં કાર્યકરો સાથે મુખ્યમંત્રીએ ચર્ચા વિચારણા કરી હતી. તો પોતાના સંબોધનમાં આજે ફરીથી અમિત શાહે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ જ CM બનશે.

અમિત શાહે ફરી ભાજપની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત

ત્યારે આ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરીથી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે બધા જ વિક્રમો થોડી ફરી એકવાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. તો વધુમાં તેમણે કહ્યું કે પહેલા ગુજરાતમાં 365 દિવસમાંથી 250 દિવસ કર્ફ્યું રહેતું હતું. ગુજરાતની આ પરિસ્થિતિનો નિકાલ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. તો સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 1990થી કોંગ્રેસ સત્તામાં જ નથી તો કામના દાવા કોંગ્રેસ કઇ રીતે કરી શકે છે.

ધોળકા: કાર્યક્રમ દરમિયાન પાટીલના પ્રહાર

ત્યારે ધોળકામાં કાર્યક્રમ દરમ્યાન પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. પાટીલે કોંગ્રેસને પરિવારવાદી પાર્ટી ગણાવી સાથે AAP પર પ્રહાર કરતા કહ્યું કે રેવડી વેચનારાઓને જનતા નહીં સાખે. આ સાથે એન્ટી ઇનકમબન્સી પર બોલતા પાટીલે કહ્યું કે ભાજપે તેનો સામનો નથી કરવો પડી રહ્યો.

પંચમહાલ: ભાજપ ઉમેદવારે નોંધાવી ઉમેદવારી

પંચમહાલમાં મુહૂર્ત સાચવવા મોરવા હડફભાજપના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું. ફોર્મ ભર્યા બાદ ઉમેદવાર નિમિષાબેન સભા સ્થળે પહોંચ્યા હતા. સભા સ્થળે ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. જંગી જનમેદની વચ્ચે નિમિષાબેનએ સભા યોજી. ભામાં ભાષણ કરતા કરતા રડી પડ્યા. સભામાં ઉપસ્થિત જનમેદનીને જોઈ ભાવુક થઈ ગયા. જનમેદનીએ પણ તાળીઓના ગડગડાટ અને ભારત માતા કી જયના નારા સાથે સમર્થન કર્યું.

જમાલપુર ખડીયા બેઠકથી કોંગ્રેસ ઉમેદવારે ભર્યુ ફોર્મ

અમદાવાદ જમાલપુર ખાડીયા બેઠકના કોંગી ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ ફોર્મ ભર્યું. ઈમરાન ખેડાવાલાએ કોંગ્રેસની જીતશે તેઓ વિશ્વાસ દાખવ્યો છે. મોંઘીવારી, બેરોજગારી સહિતના મુદ્દા સાથે તેઓ પ્રજા વચ્ચે જશે.

સુરત AAP માં પડ્યું ગાબડું

સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. પહેલા કોંગ્રેસમાં રહેલા અને ત્યારબાદ આપમાં  જોડાયેલા કાંઠા વિસ્તારના કોળી પટેલ આગેવાન અને આપ નેતા યોગેશ પટેલ પોતાના ચારસોથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. યોગેશ પટેલે ચોર્યાસી વિધાનસભાના ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. વેસુ સ્થિત કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અને શહેર ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં યોગેશ પટેલ અને તેમના કાર્યકરો વિધિવત ભાજપનો કેસરિયા ધારણ કરી પાર્ટીમાં જોડાયા.

ગામડે ગામડે વિકાસ પહોંચ્યાના થાય છે ખોટા દાવા

ગામડાઓ સુધી વિકાસના મોટા મોટા દાવા થઈ ર હ્યા છે. પરંતુ આ દાવાઓની આજે અમે પોલ ખોલીશું. આજે અમે તમને સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના એક વિસ્તારમાં લઈ જશું જ્યાં વિકાસ હજુ પહોંચ્યો નથી. રાત પડે અંધારપટ્ટ અને છવાઈ જાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો