Get App

ગ્લોબલ બજારોની ભારતીય કંપનીઓ પર કેટલી અસર

આગળ જાણકારી લઈશું ટર્ટલ વેલ્થના રોહન મહેતા અને CONCEPT INVESTWELLના સિદ્ધાર્થ માંડલેવાલા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jul 08, 2022 પર 10:31 AM
ગ્લોબલ બજારોની ભારતીય કંપનીઓ પર કેટલી અસરગ્લોબલ બજારોની ભારતીય કંપનીઓ પર કેટલી અસર

પહેલા ક્વાર્ટરના પરિણામો આવવાના બાકી છે પણ આ પહેલુ ત્રિમાસિક જે નવા ફાઈનાન્શિયલ વર્ષ શરૂ થયું છેતેના અમુક અપડેટ અમુક સેક્ટર, અમુક કંપનીઓના આવી ગયા છે. આ બધા અપડેટથી પહેલા ક્વાર્ટરમાં ક્યા અપેક્ષા રાખવી અને તેનાથી માર્કેટ પર કેવી અસર થયા તેની જાણીશું. આગળ જાણકારી લઈશું ટર્ટલ વેલ્થના રોહન મહેતા અને CONCEPT INVESTWELLના સિદ્ધાર્થ માંડલેવાલા પાસેથી.

ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે ભારતનો બિઝનેસ ફ્લેટ રહેતો જોવા મળ્યો છે. ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 2022માં કોવિડ બેઝ વધુ હતો. નવા લોન્ચ/માર્કેટ શેર ગેઇન દ્વારા સરભર થવાની શક્યતા છે. 2 વર્ષ બાદ ક્વાર્ટર 1 કારોબાર સામાન્ય ગ્રોથ જોવા મળ્યો છે. ક્વાર્ટર 1માં કંપનીનું વેચાણ 205% વધ્યુ છે. ક્વાર્ટર 1માં જ્વેલરીનું વેચાણ 207% વધ્યુ છે. જ્વેલરી વેચાણમાં 3ગણો ગ્રોથ જોવા મળ્યો છે. ઘડિયાળ અને વેરેબલ્સનું વેચાણ રેકોર્ડ 158% વધ્યુ છે. EyeCare સેગમેન્ટમાં 176%નો ગ્રોથ રહ્યો છે. ક્વાર્ટર 1માં કંપનીએ 120 નવા સ્ટોર ખોલ્યા છે.

30 જૂન સુધીમાં કુલ સ્ટોરની સંખ્યા 2106 રહી છે. ક્વાર્ટર 1માં સ્થાનિક કારોબારમાં વૉલ્યુમ ગ્રોથ નબળો રહ્યો છે. સફોલા ઓઈલ સેગમેન્ટમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું છે. ભારતમાં સફોલા ઓઈલ સેગમેન્ટમાં સામાન્ય વૉલ્યુમ ગ્રોથ નોંધાયો છે. કોકોનેટ ઓઈલ સેગમેન્ટમાં વૉલ્યુમ ગ્રોથ ઘટ્યું છે. VAHO સેગમેન્ટમાં સિંગલ ડિજીટ ગ્રોથ જોવા મળ્યો છે. ગ્રામીણ ક્ષેત્રમાં માગ ઘટવાથી વૉલ્યુમ પર અસર છે. આ ત્રિમાસિકમાં ફૂડ કારોબારમાં દબાણ છે.

CONCEPT INVESTWELLના સિદ્ધાર્થ માંડલેવાલાનું કહેવું છે કે ક્વાર્ટર 1માં કંપનીનું રેકોર્ડ 1.36 Mn sqft સેલ્સ વૉલ્યુમ રહ્યું છે. કુલ સેલ્સ વેલ્યુ 682.9 કરોડ રૂપિયાથી 68% વધી 1145 કરોડ રૂપિયા છે. પ્રાઈસ રિયલાઈજેશન 7626 કરોડ રૂપિયાથી વધી 8431 કરોડ રૂપિયા છે. બધા જ પ્રોડક્ટના ભાવમાં વધારો થયો છે. બેંગાલુરૂમાં સેલ્સ વૉલ્યુમ, વેલ્યુ રેકોર્ડ સ્તર પર છે. બેંગાલુરૂમાં કંપનીએ 3 નવા પ્રોજેક્ટ લૉન્ચ કર્યા છે. ક્વાર્ટર 1 માં કેશ ફ્લો મજબૂત રહ્યો છે.

કંપનીનો લોન ઘટાડવાની યોજના છે. ઇમ્યુનિટી પ્રોડક્ટનું વેચાણ ઘટ્યું છે. આંતરરાષ્ટ્રીય કારોબારમાં સારો ગ્રોથ, CC ગ્રોથ ડબલ ડિજીટમાં છે. પ્રીમિયમ પર્સનલ કેર સેગમેન્ટમાં સારો ગ્રોથ થયા છે. વાર્ષિક ધોરણે ગ્રોસ માર્જિન વધવાની અપેક્ષા છે. ઓપરેટિંગ માર્જિન વધારવાની યોજના છે. વાર્ષિક ધોરણે ઓપરેટિંગ નફો વધવાની અપેક્ષા છે. કુલ નફા કરતા ઓપરેટિંગ નફો વધુ નોંધવાની અપેક્ષા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો