dhavalpvyas.comના ધવલ વ્યાસનું કહેવું છે કે છેલ્લા 10 દિવસથી સાઈડ વેઝ રેન્જમાં ફસાઈ ગયા છે. નિફ્ટી એક નેરો રેન્જ વાળા માર્કેટમાં ટ્રેડ કરી રહ્યા છે. હાલમાં ઇન્ડેક્સ ટ્રેડ ઓછા મળે છે. બેન્ક નિફ્ટીમાં સારૂ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં ક્વાર્ટરમાં 11.50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 18 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હજી પણ બેન્ક નિફ્ટીમાં સારા તક મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં રોકાણકારોને ખરીદીની સલાહ મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં 39400ના લેવલ જોવા મળી રહી છે. નિફ્ટીમાં 17400-17800ની રેન્જમાં જોવા મળી રહી છે. આ રેન્જ બ્રેક ન થયા ત્યા સુધી કોઈ મોટી મૂવમેન્ટ નહીં જોવા મળે.

