આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીનું કહેવું છે કે આજે સવારથી 17800ના કોલ ઓપ્શનમાં સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળ્યું છે. ત્યારે 17700નો પુટ ઓપ્શન છે તેમાં પણ ઘણો ઓપન ઇન્ટરેસ્ટ વધ્યો છે. તે એક સપોર્ટ છે તો 17800-17850ની વચ્ચે માર્કેટ ટ્રેડ કરશે. આવતીકાલ સુધી માર્કેટમાં બાઉન્સ બેક આવી શકે છે. નહીં તો 18100ના લેવલ પર રહેવું. જ્યા સુધી 18100ના લેવલ પાર નહીં થાય સુધી ઇન્ડેક્સમાં નવી ખરીદી નહીં કરવી જોઈએ. નિફ્ટીમાં 17700નો સારો સપોર્ટ બની રહ્યો છે.

