Finversifyના ધ્વની પટેલનું કહેવું છે કે નિફ્ટીમાં 18100-18300 સુધીનો લેવલ છે જેને પાર નથી કરી રહ્યો. નિફ્ટીમાં 18350નું લેવલ હતું જે પહેલા ધ્યાનમાં રાખવાનું હતું. નિફ્ટી 18100ની નજીકથી સતત નીચેની તરફના મૂવ બતાવી રહ્યા છે. નિફ્ટીમાં શૉર્ટ ટર્મમાં બેરિશ વ્યૂ બની રહ્યો છે. નિફ્ટીમાં નીચેની તરફ શૉર્ટ ટર્મના ટારગેટ 17820નો લેવલ છે જે આપણે ગઈકાલે નીચેના લો પર જોવા મળ્યો હતા. ફરિથી નિફ્ટીમાં 17720ના લેવલ પર ધ્યાન રાખો.

