જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે હાલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. માર્કેટમાં સારી રિકવરી જોવા મળી છે. હવે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. હાલના માર્કેટ પર કોઈ પણ ડિપ આવે છે ત્યા આપણે ખરીદીની સલાહ મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં પણ તેજી જોવા મળી છે. માર્કેટને આઉટપર્ફોર્મ કરી રહી છે. પીએસયુ બેન્કમાં તેજી જોવા મળી છે. આવનારા સમયમાં બેન્ક નિફ્ટી માર્કેટને આઉટપરફોર્મ કરી શકે છે.

