મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે નિફ્ટી આજે 17300ના લેવલ પાસે ગેપ અપનિંગ થયું હતું. ત્યા થોડું રેઝિસ્ટેન્સ એરિયા હતું. સવારથી 17300ના કૉલ ઓપશન પર બિલ્ડ અપ થઈ રહ્યું હતું. આજના માટે 17300ના લેવલ પ્રોટેક્ટ થશે. ઉપરના લેવલ પર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે. આવતા સપ્તાહ માટે મજબૂત સેટઅપ તૈયાર થઈ રહ્યું છે. માર્કેટમાં ડિપ આવાથી ખરીદીની તક બની રહી છે.

