Get App

નિફ્ટીમાં 18600ના ટૉપ બનાવ્યા, બેન્ક નિફ્ટીમાં 41800ના લેવલ પર ખરીદી, જાણો એક્સપર્ટના Buy કૉલ

નિફ્ટીમાં 15 ટકાનું રિટર્ન આપ્યું છે. ઈન્ડિયાનું કોન્ટ્રીબ્યૂશન હાઈએસ્ટ વર્લ્ડ માર્કેટમાં થાય છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 13, 2022 પર 9:36 AM
નિફ્ટીમાં 18600ના ટૉપ બનાવ્યા, બેન્ક નિફ્ટીમાં 41800ના લેવલ પર ખરીદી, જાણો એક્સપર્ટના Buy કૉલનિફ્ટીમાં 18600ના ટૉપ બનાવ્યા, બેન્ક નિફ્ટીમાં 41800ના લેવલ પર ખરીદી, જાણો એક્સપર્ટના Buy કૉલ

પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે ગયા મહિનામાં 17992ના ટૉપ બન્યા હતા. ત્યારે બાદ કરેક્શન આવ્યું અને પછી નિફ્ટી તે લેવલ પર આવી ગયો છે. બેન્ક નિફ્ટીમાં સારૂ બ્રેક આઉટ જોવા મળ્યું છે. મિડકેપ ઇન્ડેક્સ મજબૂત લાગી રહ્યું છે. ઘણા સેક્ટર ઇન્ડાઇસિસનો સપોર્ટ બની રહ્યો છે. આઈટી ઈન્ડેક્સમાં પણ પુલ બેક જોવા મળી રહ્યું છે. નિફ્ટી 18000ના લેવલને પાર કરી નવા ઇન્ટરમિડિએટ હાઈ બનાવ્યા તેના બાદ 18600ના ટૉપ છે તેને એક હોરાઈઝન પર રાખીશું. નિફ્ટીમાં મજબૂતી છે અને રોકાણની સલાહ બની રહી છે. નીચેમાં 17786નો સારો સપોર્ટ તરીકે કામ કરશે. બેન્ક નિફ્ટીમાં 41800ના ટૉપ બન્યા હતા તે હવે આવતા ટારગેટ તરીકે લઈને ચાલી રહ્યા છે.

ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે 15-20 વર્ષ પછી ભારતમાં ખૂબ મજબૂત તેજી જોવા મળી છે. દરેક ઇમર્જિંગ માર્કેટને આઉટ પરફોર્મ કરશે. એફઆઈઆઈમાં ખરીદી અને વેચવાલી હોય છે તે માર્કેટની બહાર હોય છે. નિફ્ટીમાં 15 ટકાનું રિટર્ન આપ્યું છે. ઈન્ડિયાનું કોન્ટ્રીબ્યૂશન હાઈએસ્ટ વર્લ્ડ માર્કેટમાં થાય છે. ઈન્ડિયા બીજો મજબૂત માર્કેટ છે.

પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની પસંદગીનો Buy કૉલ

UPL: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹775, સ્ટૉપલૉસ - ₹742

Tata Chemical: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1185, સ્ટૉપલૉસ - ₹1120

ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીનો Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો