મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે નિફટીમાં છેલ્લા 2 સીરિઝમાં પર્ફોર્મન્સ ઘણું સારૂ જોવા મળ્યું હતું. બેન્કિંગ ઇન્ડેક્સ ઘણું મજબૂત આઉટ પરફોર્મ કરી રહ્યું હતું. જેના જોતા આ સીરિઝમાં પોઝિટીવીટી ચાલું રહેશે. થોડો ઉચાર-ચઢાવ જોવા મળી શકે છે. બે મહિનાના ગેન બાદ નવી સીરિઝમાં થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. નિફ્ટીમાં 18000ના લેવલ પર પ્રોફિટ બુકિંગ અને નીચેમાં 17300ના લેવલ પર સપોર્ટ બની રહ્યો છે.

