BP ઇક્વિટીઝના સ્વપ્નિલ શાહનું કહેવું છે કે છેલ્લી એક્સપાયરીથી આ એક્સપાયરીમાં માર્કેટ 1000 અંક ઉપર રહ્યો છે. માર્કેટમાં હજી પણ પ્રોફિટ બુકિંગ થયા આવું કઈ નથી જોવા મળી રહ્યું છે. હાલમાં માર્કેટમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. હાલ માર્કેટમાં ઘટાડો 17800-18100ના લેવલ પર આવી શકે છે. હજી પણ માર્કેટમાં તેજી યથાવ રહી શકે છે. હજી એક એક્સપાયરી બાકી છે. હાલમાં લાંબા ગાળા માટે સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો.

