Get App

ભારતની ટોપની પ્રાઈવેટ હોસ્પિટલમાં કિડનીનો વેપાર, ગરીબોની કિડની કાઢી અમીરોને વેચે

ભારતની એક જાણીતી હોસ્પિટલ સામે બ્રિટિશ અખબારે આરોપ મૂક્યો છે કે તે કિડનીના રેકેટ સાથે સંકળાયેલ છે. કેટલાક ગરીબ લોકોની કિડની અમીર દર્દીઓને વેચવામાં આવે છે જેમાં વચેટિયા તરીકે કામ કરતા લોકો હોસ્પિટલ સાથે સેટિંગ ધરાવે છે. તેઓ બધા ડોક્યુમેન્ટ બનાવે છે અને સિસ્ટમને છેતરે છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 05, 2023 પર 5:42 PM
ભારતની ટોપની પ્રાઈવેટ હોસ્પિટલમાં કિડનીનો વેપાર, ગરીબોની કિડની કાઢી અમીરોને વેચેભારતની ટોપની પ્રાઈવેટ હોસ્પિટલમાં કિડનીનો વેપાર, ગરીબોની કિડની કાઢી અમીરોને વેચે

બ્રિટિશ ન્યૂઝપેપર ધ ટેલીગ્રાફે દિલ્હીની અપોલો હોસ્પિટલ પર મ્યાનમાર પાસેથી ગેરકાયદેસર કિડની ખરીદવાનો આરોપ લગાવ્યો છે. પેપરે દાવો કર્યો છે કે હોસ્પિટલ કોઇ મોટુ કૌભાંડ કરી રહી છે. જ્યારે કે હોસ્પિટલે પોતાના ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપોનું ખંડન કર્યું છે. ગેરકાયદેસર કિડની ટ્રાંસપ્લાન્ટ કૌભાંડ ચલાવવાનો આરોપ અપોલો હોસ્પિટલ પર લગાવ્યો છે.

અપોલો હોસ્પિટલે તમામ આરોપોને ફગાવ્યા છે. અપોલોનો તમામ નિયમોનો પાલન કર્યા હોવાનો દાવો કરી રહી છે. દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હીની અપોલો હોસ્પિટલ પર ગેરકાયદેસર કારોબારનો આરોપ લગાવ્યો છે. કિડની ટ્રાંસપ્લાન્ટનો ગેરકાયદેસર કારોબારનો આરોપ લગાવ્યો છે. મ્યાનમાર પાસેથી હોસ્પિટલ ગરીબોની કિડની ખરીદી રહ્યું છે.

બનાવટી દસ્તાવેજો અને પરિવારના ફોટા દ્વારા કૌભાંડ કરવામાં આવી રહ્યો છે. કાયદા પ્રમાણે ફક્ત પરિવારજનો જ કિડની આપી શકે છે. કંપની હાલની ગાઇડલાઇન્સનો સંપૂર્ણ પાલન કરી રહી છે. કિડની ટ્રાંસપ્લાન્ટ માટે ફોર્મ 21 ભરવામાં આવે છે. અન્ય દેશના મંત્રાલય અને દૂતાવાસ તરફથી ચકાસણી ખરવામાં આવી રહી છે. દર્દી અને ડોનર તમામ ફરજિયાત જરૂરી ટેસ્ટ કરાવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો