ખેડૂતો પર ફરી આવી રહી છે આકાશી આફત, રાજ્યમાં હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, વડોદરા, ભરૂચ, નર્મદામાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ત્રણ દિવસ સુધી તાપમાન સામાન્ય રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

