Get App

17મી ડિસેમ્બરે PM મોદી સુરત આવશે, PM મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ

આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નેતૃત્વમાં એક બેઠ યોજવામાં આવી જેમાં ગૃહરાજ્યમંત્રી અને અન્ય હોદ્દેદારો પણ હાજ રહ્યાં છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 15, 2023 પર 7:43 PM
17મી ડિસેમ્બરે PM મોદી સુરત આવશે, PM મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ17મી ડિસેમ્બરે PM મોદી સુરત આવશે, PM મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમના પ્રવાસને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ માટે પદાધિકારીઓની બેઠકો પણ શરૂ થઇ ગઇ છે. આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નેતૃત્વમાં એક બેઠ યોજવામાં આવી જેમાં ગૃહરાજ્યમંત્રી અને અન્ય હોદ્દેદારો પણ હાજ રહ્યાં છે.

આગામી 17મી ડિસેમ્બરના વડાપ્રધાન સુરતના મહેમાન બનવાના છે. તો સુરતમાં એરપોર્ટના નવા ટર્મિનલના બિલ્ડિંગનું વડાપ્રધાન મોદી ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન મોદી બે ઈન્ટનેશનલ ફ્લાઈટને લીલી ઝંડી બતાવીને ઉદ્ધાટન કરશે. ઉલ્લેખનીય છે કે ટર્મિનલ બિલ્ડીંગ ના ઉદ્ઘાટન સાથે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ નો દરજ્જો મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજાશે, તેવી અટકળો પણ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની એક દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. આ સાથે જ આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજાશે, તેવી અટકળો ચાલી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો