Get App

ઘઉંની વધતી કિંમતો પર લાગી લગામ, સરકારે સ્ટૉક હૉલ્ડિંગ લિમિટ ઘટાડી

સરકારે ઘઉં પર સ્ટૉક હૉલ્ડિંગ લિમિટ ઘટાડી છે. ટ્રેડર્સ / હૉલ સેલર - 2000 ટનથી ઘટાડીને 1000 ટનની લિમિટ કરી દીધી છે. રિટેલરની લિમિટ 10 ટનથી સામે હવે 5 ટન રાખશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 08, 2023 પર 5:59 PM
ઘઉંની વધતી કિંમતો પર લાગી લગામ, સરકારે સ્ટૉક હૉલ્ડિંગ લિમિટ ઘટાડીઘઉંની વધતી કિંમતો પર લાગી લગામ, સરકારે સ્ટૉક હૉલ્ડિંગ લિમિટ ઘટાડી

ઘઉંની કિંમતો પર નિયંત્રણ રાખવા માટે સરકારે ઘઉંની સ્ટોક હોલ્ડિંગ લિમિટ ઘટાડી દીધી છે. ટ્રેડર, હોલસેલર હવે પહેલાની સરખામણીએ ઘઉંનો અડધો જ સ્ટોક રાખશે. સાથે જ ઓપન માર્કેટ સ્કીમ હેઠળ સરકાર હવે ઘઉં બજારમાં વેચશે.

સરકારે ઘઉં પર સ્ટૉક હૉલ્ડિંગ લિમિટ ઘટાડી છે. ટ્રેડર્સ / હૉલ સેલર - 2000 ટનથી ઘટાડીને 1000 ટનની લિમિટ કરી દીધી છે. રિટેલરની લિમિટ 10 ટનથી સામે હવે 5 ટન રાખશે. મોટા રિટેલ ચેન દરેક સ્ટોર પર 10 ના બદલે 5 ટન લિમિટ રહેશે.

પ્રોસેસર માટે પણ સ્ટૉક લિમિટ ઘટાડવામાં આવી છે. પ્રોસેસર- વાર્ષિક ક્ષમતાના 75 ટકાના બદલે 70 ટકા લિમિટ કરવામાં આવી છે. ઓપન માર્કેટમાં 25 લાખ ટન મહત્તમ ઘઉં રાખવાની જોગવાઈ કરી રહી છે. જાન્યુઆરી-માર્ચમાં એફસીઆઈ દરેક સપ્તાહમાં 4 લાખ ઘઉં આપશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો