વિધાનસભા ખાતે યોજાયો સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમ, તમામ દિગ્ગજોની હાજરી | Moneycontrol Gujarati
Get App

વિધાનસભા ખાતે યોજાયો સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમ, તમામ દિગ્ગજોની હાજરી

‘સાયબર હુમલો: આપણી સુરક્ષા, આપણા હાથમાં' માહિતીપ્રદ ગુજરાતી નાટક પ્રસ્તુત કરાયું, રાજ્ય મંત્રી મંડળના તમામ સભ્યો તેમજ તમામ ધારાસભ્યે સાયબર અવેરનેસ નાટક નિહાળ્યું.

અપડેટેડ 02:00:29 PM Feb 29, 2024 પર
Story continues below Advertisement
'સાયબર હુમલો : આપણી સુરક્ષા, આપણા હાથમાં'

વિધાનસભા ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મંત્રી મંડળના તમામ સભ્યો તેમજ તમામ ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

WhatsApp Image 2024-02-29 at 1.50.22 PM

 


 

 

 

 

સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરવું અને શું ન કરવું? અને સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોય તો શું કરવું? તે અંગે માર્ગદર્શન આપતું એક ગુજરાતી નાટક 'સાયબર હુમલો : આપણી સુરક્ષા, આપણા હાથમાં' ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

WhatsApp Image 2024-02-29 at 1.50.21 PM

WhatsApp Image 2024-02-29 at 1.50.20 PM

WhatsApp Image 2024-02-29 at 1.50.19 PM (1)

આ નાટકના માધ્યમથી વર્તમાન સમયમાં ગુનેગારો દ્વારા જે જે મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યા છે તે અંગે સૌ ઉપસ્થિત જનપ્રતિનિધિઓને માહિતગાર કર્યા હતા.

WhatsApp Image 2024-02-29 at 1.50.19 PM

સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમ સંદર્ભે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે વિધાનસભા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ જનપ્રતિનિધિઓને પણ પોતાના વિસ્તારમાં જનજાગૃતિ લાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

WhatsApp Image 2024-02-29 at 1.50.24 PM

WhatsApp Image 2024-02-29 at 1.50.20 PM (1)

MoneyControl News

MoneyControl News

First Published: Feb 29, 2024 2:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.