Amul- The Taste of India: અમૂલ શ્વેતક્રાંતિનો વિકાસપથ છે દમદાર, GCMMFLને 50 વર્ષ પૂર્ણ | Moneycontrol Gujarati
Get App

Amul- The Taste of India: અમૂલ શ્વેતક્રાંતિનો વિકાસપથ છે દમદાર, GCMMFLને 50 વર્ષ પૂર્ણ

Amul Success Story: ગુજરાતના આણંદ સ્થિત અમૂલ એ માત્ર એક મિલ્ક બ્રાન્ડ નથી. પણ દેશની શ્વેતક્રાંતિનું કેન્દ્રસ્થાન અને દેશની મિલ્ક કેપિટલ છે. 1946માં સ્થાપેલી અમૂલ હવે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL)ના માધ્યમથી દેશને દૂધ અને દૂધ બનાવટો પુરી પાડે છે. અમૂલ- GCMMFLને 50 વર્ષ પૂર્ણ થતાં તેની ગોલ્ડન જ્યુબિલી ઉજવણી અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉજવાઈ રહ્યો છે.

અપડેટેડ 11:37:33 AM Feb 22, 2024 પર
Story continues below Advertisement
Amul Success Story: ત્રિભોવનદાસ પટેલની સાથે કેરળવાસી ડૉ. વર્ગીસ કુરિયન જોડાયા અને ગુજરાત અને દેશમાં શ્વેતક્રાંતિના મંડાળ થયા

Amul Success Story: ગુજરાતના આણંદ સ્થિત આવેલ એશિયાની શ્રેષ્ઠ અને આધુનિક દૂઘ ડેરી અમૂલની સ્થાપના 1945માં થઈ. અમૂલનું સ્વપ્ન ગાંધીવાદી ત્રિભુવનદાસ પટેલે સાકાર કર્યું હતુ. મુળ આણંદના ત્રિભોવનદાસ પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં ગ્રામીણ વિકાસના પાઠ ભણ્યા અને તેને આજીવન સાર્થક કર્યા. 14, ડિસેમ્બર - 1945ના રોજ ત્રિભોવનદાસ પટેલે ધ ખેડા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડકશન યુનિયન લિમિટેડની સ્થાપના કરી. જે આજે અમૂલના નામે જગવિખ્તાત છે. ત્રિભોવનદાસ પટેલની સાથે કેરળવાસી ડૉ. વર્ગીસ કુરિયન જોડાયા અને ગુજરાત અને દેશમાં શ્વેતક્રાંતિના મંડાળ થયા. ડૉ. વી. કુરિયનના નામે જાણીતા કુરિયને દેશને દૂધમાં આત્મનિર્ભર બનાવવા માટે 1973માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડની સ્થાપના કરી હતી.

10

પોલસન વિરુદ્ધ સંઘર્ષ


અમૂલ ઝડપથી વિકસી રહ્યું હતું પરંતુ તેમ છતાં તેને પોલસન તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો હતો. પોલસનનું માખણ લોકોને ખૂબ જ પસંદ હતું. કંપની યુરોપિયન પદ્ધતિનો ઉપયોગ કરીને તેનું માખણ બનાવતી હતી. તે માખણમાં મીઠું નાખતા હતા જ્યારે અમૂલે આમ ન કર્યું, જેના કારણે લોકોને અમૂલ બટરનો સ્વાદ ફિક્કો લાગવા લાગ્યો. આખરે અમૂલે પણ મીઠું ઉમેરીને માખણ બનાવવાનું શરૂ કર્યું. આ પછી, જાહેરાતમાં હરાવવા માટે અમૂલ ગર્લનો જન્મ થયો. નોંધપાત્ર રીતે, પોલસનના પેકેટ પર એક નાની છોકરી પણ હતી. સિલ્વેસ્ટર ડી કુન્હાએ તેને અમૂલ માટે ડિઝાઇન કર્યું હતું. અમૂલની utterly Butterly Delicious જાહેરાત એટલી લોકપ્રિય બની કે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું.

11

યુનિસેફ અને ન્યૂઝિલેન્ડ સરકારનો ફાળો

1, જૂન - 1948થી દૂધને વૈજ્ઞાનિક રીતે એકત્ર, સંગ્રહ અને પાશ્ચરીકરણ કરી શુદ્ધ દૂધ વેચવાનો આરંભ થયો. આરંભમાં અમૂલને યુનિસેફ અને ન્યૂઝિલેન્ડ સરકાર દ્વારા એ સમયે રુપિયા ત્રણ લાખની કિંમતના આધુનિક યંત્રો ભેટ સ્વરુપે મળ્યા, જે ખૂબ જ ઉપયોગી સાબિત થયા. એ સમયે તત્કાલ બોમ્બે સ્ટેટની સરકારે રૂ. 10 લાખની આર્થિક સહાય કરી હતી. આરંભની મદદ બાદ માત્ર છ વર્ષના ટૂંકા સમયગાળામાં દૂધની આવક વધતી ગઈ.આરંભના છ વર્ષમાં જ અમૂલને પોતાની ક્ષમતા દૈનિક 45 હજાર લીટર સુધી કરવી પડી. અમૂલની સાથે દેશના 18,600 ગામો જોડાયા છે અને દૈનિક રૂપિયા 150 કરોડની દૂધ અને દૂધ ઉત્પાદનની કમાણી કરે છે. દેશમા અમૂલ સાથે 20 લાખ ખેડૂતો સભાસદ તરીકે જોડાયા છે, તેને વિશ્વની સૌથી તાકાતવર સહકારી મંડળી બનાવે છે.

12

ઓપરેશન ફ્લડ અને NDDBની રચના

અમૂલના વિકાસ અને વિસ્તરણમાં 1964 મહત્વનું સાબિત થયું. વર્ષ 1964માં તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આણંદ આવ્યા અને પશુદાણ નિર્માણ માટેના આધુનિક પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી એ પ્રવાસમાં રાત્રે ખેડૂતના ઘરે રોકાઇને સહકારી મંડળીના ફાયદા જાણ્યા. અમૂલ ખાતે લાલ બહાદુર શાસ્ત્રી પહેલી વાર ડૉ. કુરિયનને મળ્યા અને તેમના પ્રભાવિત થયા. લાલ બહાદુર શાસ્ત્રી અને ડૉ. કુરિયનની મિટિંગમાં વડાપ્રદાન શાસ્ત્રીએ ડૉ. કુરિયનને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કંઇક કરવા પર ભાર મૂક્યો. અને ત્યાર બાદ ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરે અને દૂધ ક્ષેત્રે સ્વનિર્ભરતા પણ ઉભી થાય એ હેતુથી 1965માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NDDBની રચના કરાઈ. NDDBના માધ્યમથી ડૉ. કુરિયને વિશ્વ બેંકના ધિરાણ મેળવ્યું. જેનાથી પશુપાલનના વિકાસ, દૂધ ઉત્પાદનમાં વધારો, દૂધ પ્રોસેેસિંગ અને વિતરણમાં સુધારો લવાયો. જેના થકી વધુને વધુ દૂધ ઉત્પાદકોને અમૂલ સાથે જોડાયા અને દેશમાં ઓપરેશન ફ્લડ થકી શ્વેત ક્રાંતિ સર્જાઈ.

13

ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL)ની 50 વર્ષની સફર

દેશમાં આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL)એ સૌથી મોટી ખાદ્ય ઉત્પાદકની માર્કેટિંગ સંસ્થા છે. ગુજરાત અને દેશમાં અમૂલ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL) થકી તેનું દૂધ અને તેના દૂધ ઉત્પાદકો કરોડો ગ્રાહકો સુધી પહોંચાડે છે. ખેડૂતો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL)માં સભાસદો છે. અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એ તેના દૂધ ઉત્પાદક ખેડૂતો અને ગ્રાહકોના હિતનું ધ્યાન રાખે છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL)નું સૌથી મોટું ઉત્પાદન દૂધની બનાવટોમાં છે. આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL)ના ઉત્પાદનો વિશ્વના 40થી વધુ દેશોમાં વેચાય છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL) દેશ અને વિશ્વમાં દૂધ, દૂધનો પાવડર, પનીર, ઘી, દહીં,છાસ, ચોકલેટ અને મિઠાઈની નિકાસ કરીને દેશને સારું હુંડિયામણ કમાવી આપે છે.

આ પણ વાંચો - X: ભારત સરકારના આદેશથી નારાજ ઈલોન મસ્કની કંપની, કહ્યું- એકાઉન્ટ બ્લોક કરી રહ્યા છીએ, પણ સહમત નહીં

MoneyControl News

MoneyControl News

First Published: Feb 22, 2024 11:37 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.