મારુતિ સુઝુકી ભારતીય બજારમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી રજૂ કરવાની તૈયારીમાં છે. કંપનીની આગામી ઇલેક્ટ્રિક એસયુવી મારુતિ સુઝુકી ઈ વિટારા (Maruti Suzuki e-Vitara) છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલને જાન્યુઆરીમાં યોજાયેલા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025માં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર, મારુતિ ઈ વિટારાને કંપની આગામી મહિને એટલે કે મે મહિનામાં લોન્ચ કરી શકે છે. ચાલો જાણીએ આગામી મારુતિ ઈ વિટારાના ફીચર્સ, ડ્રાઇવિંગ રેન્જ અને સંભવિત કિંમત વિશે વિગતવાર.