Tata Motors : કાર બનાવતી દિગ્ગજ ટાટા મોટર્સનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં પેસેન્જર વ્હીકલ (PV) ઉદ્યોગના વિકાસમાં મંદી આવી શકે છે. કંપનીનું કહેવું છે કે પીવી સેગમેન્ટની વૃદ્ધિ વાર્ષિક ધોરણે 27 ટકાથી ઘટીને 5-7 ટકા થવાની શક્યતા છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે પેસેન્જર વ્હિકલના વેચાણમાં છેલ્લા નાણાંકીય વર્ષમાં વધારો માંગને કારણે સારો રહ્યો હતો. વૃદ્ધિને ટકાવી રાખવા માટે, કંપની તેની હાલની શ્રેણીને મજબૂત બનાવતી વખતે CNG અને ઈલેક્ટ્રિક સહિતના નવા ઉત્પાદનો લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
PV સેગમેન્ટમાં માંગ પડી છે ધીમી : ટાટા મોટર્સ
5-7 ટકા હોઈ શકે છે ગ્રોથ રેટ
ચંદ્રાએ કહ્યું, “આ વર્ષે (2023-24) વૃદ્ધિ પાંચથી સાત ટકાની રેન્જમાં રહેશે. પરંતુ મને ખાતરી છે કે આ નાણાકીય વર્ષ પછી વૃદ્ધિ ફરી બે આંકડામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે RDE (રિયલ ડ્રાઇવિંગ એમિશન) ફેરફારોને કારણે વાહનના ભાવમાં વધારાને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં માંગને અસર થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે માંગને જાળવી રાખવા માટે કંપની નાના બજારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ચંદ્રાએ જણાવ્યું હતું કે કંપની CNG અને EV મોડલ્સના સંદર્ભમાં તેના પોર્ટફોલિયોને પણ વિસ્તૃત કરી રહી છે. આ બંને સેગમેન્ટમાં આ વર્ષે સારી વૃદ્ધિ થવાની અપેક્ષા છે.