Tata Punch CNG: ટાટા મોટર્સે ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ટાટા પંચ CNG લોન્ચ કર્યું છે. ટાટાએ આ કારને પ્યોર, એડવેન્ચર, એડવેન્ચર રિધમ, કોમ્પ્લીશ્ડ અને એકમ્પ્લીશ્ડ ડેઝલ નામના પાંચ નવા ટ્રિમ્સમાં રજૂ કરી છે. ટાટા પંચ CNGને જાન્યુઆરીમાં ઓટો એક્સપો 2023માં સૌપ્રથમવાર પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રસંગે બોલતા, વિનય પંત, હેડ-માર્કેટિંગ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિ.એ જણાવ્યું હતું કે ઓટો એક્સ્પો 2023માં લોન્ચ થયા બાદથી, પંચેસ iCNG સેગમેન્ટમાં સૌથી વધુ રાહ જોવાતી મોડલ પૈકીનું એક છે. ટાટાએ આ કારને બૂટ સ્પેસ અને હાઈ-એન્ડ ફીચર અપગ્રેડ સાથે લોન્ચ કરી છે.
ટાટા પંચ CNG ને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ
ટાટા પંચ સીએનજીની વિશેષતાઓ
ટાટા પંચ સીએનજી વૉઇસ આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરૂફ, ફ્રન્ટ સીટ આર્મરેસ્ટ, યુએસબી સી ટાઇપ ચાર્જર, શાર્ક ફિન એન્ટેના, ઓટોમેટિક પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એલઇડી ડીઆરએલ, 16-ઇંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, 7-ઇંચની ટચસ્ક્રીન એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી, રેઇન સેન્સિંગ વાઇપર્સ. અને હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ સાથે હરમન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ છે.
ટાટા પંચ CNG એન્જિન અને કિંમત
ટાટા પંચ CNG 1.2L રેવોટ્રોન પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 6000rpm પર 72bhpનો મહત્તમ પાવર અને 3230rpm પર 103Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ પાવરટ્રેન યુનિટમાં એક અદ્યતન સિંગલ ECU હશે જે પેટ્રોલ અને CNG મોડ વચ્ચે કોઈપણ પ્રકારના ધક્કા વિના ટ્રાન્સફર કરી શકશે. તેને સીએનજી મોડમાં પણ શરૂ કરી શકાય છે. ટાટાએ આ કાર એક્સ-શોરૂમ 7.10-9.68 લાખની કિંમતમાં લોન્ચ કરી છે.