Teslaના પ્રતિનિધિ ટૂંક સમયમાં ભારતના કોમર્સ મિનિસ્ટરને મળવા માંગે છે. વાસ્તવમાં Tesla ભારતમાં ફેક્ટરી સ્થાપવા માંગે છે. આ ફેક્ટરીમાં તે 24,000 ડોલર અંદાજે 19 લાખની કિંમતની તેની સૌથી ખાસ કાર બનાવશે. કંપની ભારતમાં પોસાય તેવા ભાવે ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવવા માંગે છે જેથી તે દેશમાં ઓછા ભાવે સારા ઈલેક્ટ્રિક વ્હીકલ ઉપલબ્ધ કરાવી શકે.
ઇમ્પોર્ટ ટેક્સ ઘટાડવાની વાત
બજેટ EV કાર બનાવવાની તૈયારી
પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, ભારતમાં બનેલી $24,000 Tesla કાર સમગ્ર વિશ્વમાં Tesla કાર કરતા 25% સસ્તી હશે. તેની કિંમત ચીનમાં વેચાતી મોડલ 3 સેડાન કરતા ઓછી છે. હાલમાં ભારતમાં કુલ વ્હીકલમાંથી માત્ર બે ટકા જ ઇલેક્ટ્રિક છે. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ છે. Teslaના પ્રતિનિધિ કેન્દ્રીય કોમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલ સાથે વાતચીત કરશે. સમગ્ર ચર્ચા ઈવીની સપ્લાય ચેઈન અને ફેક્ટરી માટેની જમીન અંગેની રહેશે. Teslaએ શરૂઆતથી જ કહ્યું છે કે લાંબા ગાળાની સફળતા પછી જ Tesla વ્હીકલની કિંમતો ઘટાડી શકાશે.
દુનિયાભરમાં Teslaના પ્લાન્ટ
Teslaએ મેક્સિકોમાં પણ પ્લાન્ટ ખોલ્યો છે. જ્યાં તેઓ ઓછા ભાવે મોટી સંખ્યામાં વ્હીકલનું ઉત્પાદન કરી રહ્યા છે. Tesla હાલમાં કેલિફોર્નિયામાં વ્હીકલનું ઉત્પાદન કરી રહી છે. આ સિવાય બર્લિન અને શાંઘાઈમાં પણ તેનો પ્લાન્ટ છે. Teslaનો શાંઘાઈ પ્લાન્ટ વિશાળ છે. તેની ગ્લોબલ કેપેસિટી માત્ર 40 ટકા છે.