હવે વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોનું ચલણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. મોટાભાગની વાહન ઉત્પાદક કંપનીઓ ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અને હાઇડ્રોજન સંચાલિત વાહનોનું ઉત્પાદન કરે છે. દરમિયાન, વિશ્વની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત બોટ લોન્ચ કરવામાં આવી છે. આ બોટને એમવી સી ચેન્જ નામ આપવામાં આવ્યું છે. આ બોટ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં રજૂ કરવામાં આવી છે.