જો તમે નાની ઇલેક્ટ્રિક કાર શોધી રહ્યા છો, તો તમારા માટે એક સારો ઓપ્શન છે. Vavye Evaએ એક સ્મોલ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ 2 સીટર કાર છે. આ EV કારની રેન્જ 250 કિલોમીટર છે. ઇવા ત્રણ બેટરી પેક ઓપ્શનોમાં આવી રહી છે. Novaના બેઝ વેરિઅન્ટમાં 9 kWh બેટરી પેક છે, જે 125 કિલોમીટરની રિયલ રેન્જ આપે છે. મિડ-રેન્જ વેરિઅન્ટ સ્ટેલા 12.6 kWh બેટરી પેક સાથે આવે છે, જે 175 કિલોમીટરની રેન્જનું પ્રોમિસ આપે છે. ટોપ-ઓફ-ધ-લાઇન વેગા 18 kWh બેટરી પેક સાથે આવે છે, જે ફુલ ચાર્જ પર 250 કિલોમીટરની રેન્જ આપે છે.
વેવ ઇલેક્ટ્રિક સબ્સ્ક્રિપ્શન ઓપ્શન પણ ઓફર કરી રહ્યું છે. ઈવા ઈલેક્ટ્રિકની કિંમત 3.25 લાખ રૂપિયાથી 5.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની વચ્ચે છે. Nova માટે બેટરી સબ્સ્ક્રિપ્શન રુપિયા 3.25 લાખ છે અને કારની કિંમત રુપિયા 3.99 લાખ છે. સ્ટેલા માટે બેટરી સબ્સ્ક્રિપ્શનની કિંમત 3.99 લાખ રૂપિયા છે અને કારની કિંમત 4.99 લાખ રૂપિયા છે. વેગાના બેટરી સબ્સ્ક્રિપ્શનની કિંમત રુપિયા ૪.૪૯ લાખ છે. આ કારની કિંમત 5.99 લાખ રૂપિયા છે.
આ કારમાં ત્રણ ડોર છે. આ કારમાં તમને ફિક્સ્ડ ગ્લાસ રૂફ પણ મળે છે. તેમાં સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે. આ કારમાં તમને સિંગલ એરબેગ્સ, ડેશબોર્ડ પર ડ્યુઅલ સ્ક્રીન, રિવર્સ કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, સ્માર્ટફોન કનેક્ટિવિટી, LED હેડલેમ્પ્સ, કૂલ્ડ ગ્લોવબોક્સ અને હિલ હોલ્ડ આસિસ્ટ મળે છે. ઇવાની લંબાઈ 3 મીટરથી ઓછી છે અને તે 12-ઇંચના સ્ટીલ વ્હીલ્સ પર ચાલે છે.