CAA: દેશમાં ટૂંક સમયમાં જ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ના નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માટેની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે CAA નિયમોના અમલ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સંભવ છે કે આવતા અઠવાડિયે 'નાગરિકતા સંશોધન અધિનિયમ'ના નિયમો લાગુ થઈ જશે. લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલા ત્રણ દેશોના છ બિન-મુસ્લિમ પ્રવાસી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો કરવામાં આવશે.