શહેરોના મુકાબલે ગામડાઓમાં આશરે 20 ટકા વધારે ખર્ચા, CPI માં ફૂડનો વેટેજ ઓછો કરવાની જરૂર: NITI આયોગ | Moneycontrol Gujarati
Get App

શહેરોના મુકાબલે ગામડાઓમાં આશરે 20 ટકા વધારે ખર્ચા, CPI માં ફૂડનો વેટેજ ઓછો કરવાની જરૂર: NITI આયોગ

આ સર્વે રિપોર્ટમાં સામે આવ્યુ છે કે ગામડાઓ અને શહેરો બન્નેમાં ઘણી ઉપલબ્ઘીઓ થઈ છે. શહેરોના મુકાબલે ગામડાઓમાં આશરે 20 ટકા વધારે ખર્ચા જોવાને મળી રહ્યા છે. ગામડાઓમાં કુલ ખર્ચના 50 ટકાથી પણ ઓછો ખાવાના પર થઈ રહ્યો છે. જ્યારે, શહેરોમાં કુલ ખર્ચના 40 ટકાથી પણ ઓછો ખાવાના પર થઈ રહ્યો છે.

અપડેટેડ 01:36:34 PM Feb 26, 2024 પર
Story continues below Advertisement
ગામડાઓમાં કુલ ખર્ચના 6.89 ટકા કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ ગુડ્ઝ પર થઈ રહ્યા છે. જ્યારે, શહેરોમાં કુલ ખર્ચના 7.17 ટકા કંઝ્યૂમર ડ્યુરેબલ ગુડ્ઝ પર થઈ રહ્યો છે.

શહેરોથી વધારે છે ગામડાઓના લોકોના ખર્ચની સ્પીડ. આ ખુલાસો Household Consumer Expenditure Survey માં થયો છે, આ સર્વેમાં એ પણ વાત સામે આવી છે કે ખાણી-પીણીની સામાનની જગ્યાએ ટીવી, ફ્રીઝ, મોબાઈલ અને ગાડીઓ પર લોકો વધારે ખર્ચ કરી રહ્યા છે. અમારી સહયોગી ચેનલ સીએનબીસી આવાઝની સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં નીતિ આયોગના CEO એ કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે CPI માં ફૂડનો વેટેજ ઓછો કરવામાં આવે. NITI આયોગના CEO બી વી સુબ્રહ્મણિયમે કહ્યુ છે કે હાઉસહોલ્ડ કંઝ્યૂમર એક્સપેંડિચર સર્વે પર ચોકાવા વાળી વાત સામે આવી છે. દેશમાં 5 ટકાથી પણ ઓછી ગરીબી ઘટી છે. ગામડાઓ અને શહેરો બન્નેમાં કંઝ્પ્શન અઢી ગણુ વધ્યુ છે.

શહેરોના મુકાબલે ગામડાઓમાં 20 ટકાથી વધારે ખર્ચો

આ સર્વે રિપોર્ટમાં સામે આવ્યુ છે કે ગામડાઓ અને શહેરો બન્નેમાં ઘણી ઉપલબ્ઘીઓ થઈ છે. શહેરોના મુકાબલે ગામડાઓમાં આશરે 20 ટકા વધારે ખર્ચા જોવાને મળી રહ્યા છે. ગામડાઓમાં કુલ ખર્ચના 50 ટકાથી પણ ઓછો ખાવાના પર થઈ રહ્યો છે. જ્યારે, શહેરોમાં કુલ ખર્ચના 40 ટકાથી પણ ઓછો ખાવાના પર થઈ રહ્યો છે.


સૌથી વધારે બેવરેજ, પેકેટ ફૂડ પર થઈ રહ્યો ખર્ચ

હાઉસહોલ્ડ કંઝ્યુમર એક્સપેંડીચર સર્વેથી સામે આવ્યુ છે કે લોકો સૌથી વધારે બેવરેજ, પેકેટ ફૂડ પર ખર્ચ કરે છે. શહેરોથી વધારે ગામડાઓમાં ખર્ચાની સ્પીડ વધી રહી છે. 2011-12 થી 2022-23 ની વચ્ચે ગામડાઓમાં ખર્ચ કરવાની સ્પીડ 164 ટકા વધી છે. જ્યારે, શહેરોમાં ખર્ચ કરવાની સ્પીડ 146 ટકા વધી છે. સૌથી વધારે ખર્ચ બેવરેજીસ, પ્રોસેસ્ડ અને પેકેટ ફૂડ પર થઈ રહ્યો છે. ગામડાઓમાં 9.62 ટકા ખર્ચ બેવરેજીસ, પ્રોસેસ્ડ અને પેકેટ ફૂડ પર થઈ રહ્યો છે. જ્યારે, શહેરમાં 10.64 ટકા ખર્ચ બેવરેજીસ, પ્રોસેસ્ડ અને પેકેટ ફૂડ પર થઈ રહ્યો છે.

ગામડાઓમાં કુલ ખર્ચના 6.89 ટકા કંઝ્યૂમર ડ્યૂરેબલ ગુડ્ઝ પર

ગામડાઓમાં કુલ ખર્ચના 6.89 ટકા કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ ગુડ્ઝ પર થઈ રહ્યા છે. જ્યારે, શહેરોમાં કુલ ખર્ચના 7.17 ટકા કંઝ્યૂમર ડ્યુરેબલ ગુડ્ઝ પર થઈ રહ્યો છે. ગામડાઓમાં કુલ ખર્ચના 7.55 ટકા ગાડી (કનવેંસ) પર ખઈ રહ્યા છે. જ્યારે, શહેરોમાં કુલ ખર્ચના 8.59 ટકા ગાડી પર થઈ રહ્યા છે. ગામડાઓમાં કુલ ખર્ચના 4.89 ટકા હિસ્સો અનાજ પર થઈ રહ્યો છે. જ્યારે, શહેરોમાં કુલ ખર્ચના 3.62 ટકા હિસ્સો અનાજ પર ખર્ચ થઈ રહ્યો છે.

સૌથી વધારે ગાડીઓ પર ખર્ચ 3 ગણો વધ્યો

ગામડાઓમાં સૌથી વધારે ગાડીઓ પર ખર્ચ 3 ગણો વધ્યો છે. મોબાઈલ ફોન, ટીવી, ફ્રીઝ પર લોકો ખર્ચ વધારી રહ્યા છે. NITI આયોગના CEO બી વી સુબ્રહ્મણિયમનું કહેવુ છે કે આ વાતોને ધ્યાનમાં રાખતા CPI ની રીબેલેંસ કરવાની જરૂર છે. CPI માં ફૂડનું વેટેજ ઓછુ કરવાની જરૂર છે. જો ફૂડનું વેટેજ ઓછુ થશે તો કદાચ CPI પણ ઘટશે.

Skipper ના શેરોમાં આવ્યો ઉછાળો, નવા ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 26, 2024 1:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.