Israel hamas war: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 28 હજાર લોકોના જીવ ગયા છે. ગાઝાના ચોથા ભાગના લોકો ભૂખથી તડપી રહ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ ગાઝામાં હમાસનો પર્દાફાશ કર્યો છે. IDF કહે છે કે તેઓએ ગાઝામાં નવા ગ્રાઉન્ડ ઓપરેશનમાં યુએન હેડક્વાર્ટર હેઠળ હમાસની નવી ટનલ શોધી કાઢી છે. આ ટનલમાં સ્ટીલની તિજોરીઓ છે. મોટા લક્ઝુરિયસ રૂમ છે. હાઇટેક કોમ્પ્યુટર રૂમ પણ ઉપલબ્ધ છે. ઇઝરાયેલી સૈન્યનું કહેવું છે કે તે પેલેસ્ટિનિયનો માટે મુખ્ય રાહત એજન્સીના હમાસના શોષણના નવા પુરાવા છે.