MSP and Farmers Protest: મિનિમમ ટેકાના ભાવ (MSP) પર પાકની ખરીદીની બાંયધરી આપવા માટે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની માગણી સાથે હજારો ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે. તેઓ પંજાબથી દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ પ્રશાસને તેમને રોકવા માટે ઘણી જગ્યાએ બેરિકેડ લગાવ્યા છે અને હાલમાં હિંસક અથડામણ ચાલી રહી છે. દરમિયાન, સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે સરકાર એમએસપીની માંગને કેમ લાગુ કરતી નથી? વાસ્તવમાં તે એટલું સરળ નથી. જો તેનો અમલ કરવામાં આવે તો અર્થતંત્ર અને ફુગાવા બંને મોરચે તેની ગંભીર અસર થઈ શકે છે.