BrahMos Indian Navy: હવે ભારતીય નેવી પણ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલનો ઉપયોગ કરી શકશે. સંરક્ષણ પરની કેબિનેટ સમિતિએ બ્રહ્મોસની ખરીદી માટે 19 હજાર કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી દીધી છે. આ ડિફેન્સ ડીલ બાદ નેવીની તાકાત વધશે. અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ બ્રહ્મોસને દુશ્મનનો જમાનો માનવામાં આવે છે. લાંબા અંતરના ટાર્ગેટ્સને સચોટ રીતે પ્રહાર કરી શકે તેવી આ મિસાઈલ સિસ્ટમને ભારત અને રશિયાના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે વિકસાવી છે. બ્રહ્મોસ ડીલ અંગે મળેલા અહેવાલ મુજબ આટલી મોટી રકમમાં 200 બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને સંબંધિત સાધનો ખરીદવામાં આવશે.