North Korea: ઉત્તર કોરિયાનું ઘાતક રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ, દક્ષિણ કોરિયા માટે ખતરો!
North Korea: ઉત્તર કોરિયાએ તેની નવી 240mm મલ્ટિપલ રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ કર્યું. આમાં રોકેટ કંટ્રોલ અને બેલેસ્ટિક કંટ્રોલ સિસ્ટમનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેથી આ સિસ્ટમની સચોટ ફાયર પાવરને જોઈ શકાય.
North Korea: એક્સપર્ટે કહ્યું- ઉત્તર કોરિયા ઝડપથી પોતાની શક્તિ વધારી રહ્યું છે.
North Korea: ઉત્તર કોરિયાએ તેની અત્યાધુનિક 240 mm મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમનું સચોટ પરીક્ષણ કર્યું. દેશના મીડિયા KCNA એ એક દિવસ પછી આ પરીક્ષણની માહિતી વિશ્વ સમક્ષ રજૂ કરી. ઉત્તર કોરિયાએ આ સિસ્ટમ વિશે વધુ ખુલાસો કર્યો નથી. તેમજ આ સિસ્ટમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
પરંતુ આ રોકેટ લોન્ચર સિસ્ટમના ડેવલપથી ઉત્તર કોરિયાની તાકાત વધી છે. પરીક્ષણ દરમિયાન, લોન્ચર સિસ્ટમ, 240mm કંટ્રોલ રોકેટ અને બેલિસ્ટિક કંટ્રોલ સિસ્ટમનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે તસવીરો શેર કરવામાં આવી છે તે દર્શાવે છે કે આ ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચરમાંથી છોડવામાં આવેલા રોકેટ છે.
દરેક લોન્ચરમાં 22 ટ્યુબ હોય છે. આ 240 mm રોકેટ લોન્ચર સિસ્ટમ જેવું જ છે જે ઉત્તર કોરિયા પાસે પહેલેથી જ છે. આ સિસ્ટમના પરીક્ષણથી એ સ્પષ્ટ થાય છે કે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયાની સામે DMZ નજીક તેના વધુ પાવરફૂલ અને નવા હથિયારો તૈનાત કરવાનું વિચારી રહ્યું છે.
એક્સપર્ટે કહ્યું- ઉત્તર કોરિયા ઝડપથી પોતાની શક્તિ વધારી રહ્યું છે
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં આસન ઇન્સ્ટિટ્યૂટ ફોર પોલિસી સ્ટડીઝના લશ્કરી નિષ્ણાત યાંગ ઉકે જણાવ્યું હતું કે નવી રોકેટ લોન્ચર સિસ્ટમ ઉત્તર કોરિયાની આર્ટિલરી તાકાતમાં વધારો કરી રહી છે. ડર એ છે કે તે માત્ર સૈન્ય જ નહીં પરંતુ દક્ષિણ કોરિયાના નાગરિક વિસ્તારો પર પણ હુમલો કરી શકે છે.
દક્ષિણ કોરિયાએ એર ડિફેન્સ સિસ્ટમ અપડેટ કરવી પડશે
યાંગે કહ્યું કે ઉત્તર કોરિયા પાસે પહેલેથી જ KN-23 નામની શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ અને 600 mm આર્ટિલરી સિસ્ટમ છે. નવા હથિયાર બનાવવાથી તેની શક્તિ ચોક્કસ વધી જાય છે પરંતુ દક્ષિણ કોરિયા જોખમમાં નથી. દક્ષિણ કોરિયા પાસે પણ ખૂબ જ ખતરનાક હથિયારો છે. જોકે, દક્ષિણ કોરિયાએ તેની એર ડિફેન્સ સિસ્ટમને અપડેટ કરવાની જરૂર છે. જેથી ઓછી ઉંચાઈ પરથી મિસાઈલ કે રોકેટ હુમલાને રોકી શકાય.
વેપન્સના ડેવલપ અને પરચેસમાં પણ રશિયાનો હાથ!
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ હથિયાર પાછળ રશિયાનો પણ હાથ હોઈ શકે છે. કારણ કે રશિયા પાસે પણ આવા જ હથિયારો છે. ઉત્તર કોરિયા રશિયાને આ હથિયારો વેચીને આર્થિક રીતે મજબૂત બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલા માટે તે તેના હથિયારોનું પરીક્ષણ કરી રહ્યો છે.