ISRO's latest meteorological satellite: પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ INSAT-3DS ઉપગ્રહ 17 ફેબ્રુઆરી 2024ના રોજ લોન્ચ કરવામાં આવશે. શ્રીહિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે બપોરે 3:30 કલાકે જીએસએલવી રોકેટથી પ્રક્ષેપણ થશે. આ ઉપગ્રહને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GRO)માં તૈનાત કરવામાં આવશે. રોકેટને એસેમ્બલ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. સેટેલાઇટને રોકેટના છેલ્લા સ્ટેજ એટલે કે નોઝમાં મૂકવામાં આવ્યો છે.