American Aviator Amelia Earhart: US એરફોર્સના ઇન્ટેલિજન્સ ઓફિસરનો દાવો, 87 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલા પાઇલટનું મળ્યું પ્લેન
American Aviator Amelia Earhart: 87 વર્ષ પહેલા દુનિયાભરમાં ઉડાન ભરનાર અમેરિકન પાઈલટ એમેલિયા ઈયરહાર્ટનું પ્લેન શોધી કાઢવામાં આવ્યું છે. US એરફોર્સના ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારીએ દાવો કર્યો છે કે તે વિમાન મળી આવ્યું છે. આ જહાજ 9 દાયકા પહેલા પેસિફિક મહાસાગરમાં ગુમ થયું હતું.
American Aviator Amelia Earhart: સોનાર પાસેથી મેળવેલ ફોટો પ્લેનના ચિત્ર સાથે ખાય છે મેળ
American Aviator Amelia Earhart: અમેલિયા ઇયરહાર્ટ... અમેરિકાની સૌથી પોપ્યુલર ગુમ થયેલી મહિલા. 87 વર્ષ પહેલા એટલે કે 1932માં અમેરિકન પાઈલટ એમેલિયા દુનિયાની પરિક્રમા કરવા નીકળી હતી. નાના વિમાન દ્વારા. જો તે સફળ રહી હોત તો આ કામ કરનાર તે વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ બની હોત. પરંતુ અચાનક તે ગુમ થઈ ગઇ હતી. એમેલિયા પણ મળી ન હતી. ન તો તેના અન્ય પાર્ટનર. સર્ચ ઓપરેશનમાં પાંચ-છ વર્ષ લાગ્યાં હતા , બાદમાં સર્ચ ઓપરેશન બંધ કરાયું હતું.
હવે US એરફોર્સના પૂર્વ ગુપ્તચર અધિકારી ટોની રોમિયોએ દાવો કર્યો છે કે તેમણે પ્રશાંત મહાસાગરની ઊંડાઈમાં એમેલિયાનું વિમાન શોધી કાઢ્યું છે. જ્યારે, અમેરિકન સરકારે 1937 પછી એમેલિયાની શોધ બંધ કરી દીધી હતી. આ માટે ટોનીએ ડીપ સી ડ્રોનની મદદ લીધી.
પ્લેન પેસિફિક મહાસાગરમાં 16,400 ફૂટ ઊંડે
ટોનીની ખાનગી કંપની. તેનું નામ ડીપ સી વિઝન છે. ટોનીના મતે એમેલિયાનું પ્લેન હોલેન્ડ આઇલેન્ડથી 160 કિલોમીટર દૂર 16,400 ફૂટની ઊંડાઇએ સમુદ્રની સપાટી પર પડેલું છે. આ સ્થળ લગભગ હવાઈ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે.
સોનાર પાસેથી મેળવેલ ફોટો પ્લેનના ચિત્ર સાથે ખાય છે મેળ
ડીપ સી ડ્રોન દ્વારા લેવામાં આવેલી સોનારની તસવીરો થોડી ઝાંખી છે. પરંતુ તસવીરમાં દેખાતા પ્લેનનો આકાર એમેલિયાના પ્લેન સાથે મેળ ખાય છે. કારણ કે અહીં પ્રશાંત મહાસાગરમાં તળિયે રેતાળ છે. ડીપ સી વિઝનમાં 16 લોકો કામ કરે છે. આ લોકોએ એમેલિયાના પ્લેનની શોધમાં 13,400 ચોરસ કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર શોધ્યો હતો. તેને 100 થી વધુ દિવસો લાગ્યા.
A former US Air Force intelligence officer says he believes he has found the wreckage of Amelia Earhart's plane, which disappeared nine decades ago, on the bottom of the Pacific Ocean using sonar data from a deep-sea drone https://t.co/CCFowInUT6
એમેલિયા 1932 માં એટલાન્ટિક મહાસાગર પર એકલા નોન-સ્ટોપ ઉડાન ભરનાર વિશ્વની પ્રથમ મહિલા પાઇલટ અને બીજી વ્યક્તિ હતી. આ પછી તે ફ્રેડ નૂનન સાથે આખી દુનિયા ફરવા નીકળી પડી. પરંતુ આ થઈ શક્યું નહીં.