India Energy Week 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 ફેબ્રુઆરી) ગોવાની મુલાકાત લેશે. ગોવાની મુલાકાત દરમિયાન પીએમ મોદી મંગળવારે ઈન્ડિયા એનર્જી વીક 2024નું ઉદ્ઘાટન કરશે અને રૂપિયા 1350 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT)નું કાયમી કેમ્પસ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. પીએમ મોદી વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમને પણ સંબોધિત કરશે.
ઈન્ડિયા એનર્જી વીક 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે
આત્મનિર્ભરતા હાંસલ કરવા પર ધ્યાન
PMOએ કહ્યું, ‘વડાપ્રધાન મોદીએ ઊર્જા જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ દિશામાં 6થી 9 ફેબ્રુઆરી દરમિયાન ગોવામાં ઈન્ડિયા એનર્જી વીક 2024નું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં આ એકમાત્ર ઉર્જા પ્રદર્શન અને પરિષદ હશે, જે સમગ્ર ઊર્જા મૂલ્ય શૃંખલાને એક પ્લેટફોર્મ પૂરું પાડશે અને ભારતના ઉર્જા સંક્રમણ લક્ષ્યો માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે.
ઈન્ડિયા એનર્જી વીકમાં 6 દેશોના પેવેલિયન
ઈન્ડિયા એનર્જી વીક પ્રોગ્રામ (ઈન્ડિયા એનર્જી વીક 2024)માં 900 થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. તેમાં છ દેશો - કેનેડા, જર્મની, નેધરલેન્ડ, રશિયા, બ્રિટન અને અમેરિકાના પેવેલિયન હશે. વડાપ્રધાન ગોવામાં એક કાર્યક્રમમાં રૂપિયા 1,330 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT) ગોવાના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એક્વેટિક્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.