Pm Modi UAE Visit: PM મોદી, રાષ્ટ્રપતિ અલ નાહયાન UAEમાં મળ્યા ગળે, UPI સહિત અનેક કરારો પર કર્યા હસ્તાક્ષર | Moneycontrol Gujarati
Get App

Pm Modi UAE Visit: PM મોદી, રાષ્ટ્રપતિ અલ નાહયાન UAEમાં મળ્યા ગળે, UPI સહિત અનેક કરારો પર કર્યા હસ્તાક્ષર

Pm Modi UAE Visit: પીએમ મોદીએ કહ્યું, ‘મારું અને મારી ટીમનું ભવ્ય સ્વાગત કરવા બદલ હું તમારો આભારી છું. તમે કહ્યું તેમ, હું જ્યારે પણ અહીં આવ્યો છું, મને હંમેશા એવું લાગ્યું છે કે હું મારા ઘર અને પરિવારમાં આવ્યો છું.

અપડેટેડ 01:21:45 PM Feb 14, 2024 પર
Story continues below Advertisement
Pm Modi UAE Visit: અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન

Pm Modi UAE Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 2 દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા. PM મોદીએ UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી. આ દરમિયાન દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા પર ચર્ચા કરવામાં આવી. એરપોર્ટ પર મોહમ્મદ બિન ઝાયેદે મોદીનું સ્વાગત કર્યું જ્યાં તેઓએ એકબીજાને ગળે લગાવીને સ્વાગત કર્યું. બાદમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘અબુ ધાબી એરપોર્ટ પર મારું સ્વાગત કરવા માટે સમય કાઢવા માટે હું મારા ભાઈ મોહમ્મદ બિન ઝાયેદનો ખૂબ જ આભારી છું.'

UAE પ્રમુખ સાથે દ્વિપક્ષીય બેઠકમાં તેમના ઉદ્ઘાટન નિવેદનમાં, વડા પ્રધાને કહ્યું, ‘મારું અને મારી ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું તમારો આભારી છું. તમે કહ્યું તેમ, હું જ્યારે પણ અહીં આવ્યો છું, મને હંમેશા એવું લાગ્યું છે કે હું મારા ઘર અને પરિવારમાં આવ્યો છું. તેમણે કહ્યું કે અમે છેલ્લા 7 મહિનામાં પાંચ વખત મળ્યા છીએ. આજે ભારત અને UAE વચ્ચે દરેક ક્ષેત્રમાં પરસ્પર ભાગીદારી છે. તેમણે કહ્યું, ‘UAEમાં BAPS મંદિર તમારા ભારત પ્રત્યેના સ્નેહનું ઉદાહરણ છે.'

અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન


પીએમ મોદીએ કહ્યું કે અબુ ધાબીમાં BAPS મંદિરનું નિર્માણ UAE નેતૃત્વના સમર્થન વિના શક્ય ન હોત. વડાપ્રધાને કહ્યું કે ભારત અને UAE દ્વિપક્ષીય રોકાણ સંધિ પર પણ હસ્તાક્ષર કરી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન અબુ ધાબીમાં પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. 2015 પછી વડાપ્રધાન મોદીની આ 7મી UAE મુલાકાત છે. UAE પહોંચ્યા બાદ મોદીને ‘ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું. UAE જતા પહેલા પોતાના નિવેદનમાં મોદીએ કહ્યું હતું કે તેઓ UAE સાથે ભારતની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવા માટે આતુર છે.

UAEમાં UPI RuPay કાર્ડ સેવા શરૂ

PM મોદી અને રાષ્ટ્રપતિ નાહ્યાને UPI RuPay કાર્ડ સેવા શરૂ કરી. નાહ્યાને તેને શરૂ કરવા માટે તેનું નેમ કાર્ડ સ્વાઇપ કર્યું. મોદીએ તેમને દેશ માટે મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. તેમણે કહ્યું કે અમારા UPI RuPay કાર્ડ અને તમારા Jaiwan કાર્ડની શરૂઆત સાથે fintechનો નવો યુગ શરૂ થશે. બંને દેશો વચ્ચેના કરારો અંગે વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. આ મુજબ, બંને નેતાઓએ ઘણી દ્વિપક્ષીય સમજૂતીઓના આદાનપ્રદાનના સાક્ષી બન્યા છે. તેમાં ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ UPI (ભારત) અને AANI (UAE) ને એકબીજા સાથે જોડવા માટેનો કરાર સામેલ છે. પીએમ મોદીએ ગયા વર્ષે જુલાઈમાં અબુ ધાબીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પેમેન્ટ અને મેસેજ સિસ્ટમને એકબીજા સાથે જોડવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચો - Good News For Modi Govt: મોદી સરકાર માટે આવ્યા આ 3 સારા સમાચાર, જનતા માટે પણ ખુશખબરી!

MoneyControl News

MoneyControl News

First Published: Feb 14, 2024 1:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.