Russia Ukraine War : રશિયાએ રોબોટ ટર્ટલનો ઉપયોગ કરીને યુદ્ધના મેદાનમાં પહોંચાડ્યો દારૂગોળો, બન્યો વિશ્વનો પહેલો દેશ
Russia Ukraine War News: આ દિવસોમાં રશિયા રોબોટ ટર્ટલની મદદથી યુક્રેનમાં ફ્રન્ટલાઈન પર રહેલા તેના સૈનિકોને દારૂગોળો અને ફૂડ પહોંચાડી રહ્યું છે. આ રોબોટિક ટર્ટલ 500 કિલો સુધીનો ભાર 5 કિલોમીટરના અંતર સુધી લઈ જઈ શકે છે. તે બેટરી સંચાલિત હોવાથી, તે ગરમી ઉત્સર્જિત કરતું નથી.
રશિયાએ વિશ્વમાં પ્રથમ વખત યુદ્ધના મેદાનમાં દારૂગોળો પહોંચાડવા માટે રોબોટિક 'ટર્ટલ'નો ઉપયોગ કરવાનો દાવો કર્યો છે.
Russia Ukraine War : રશિયાએ વિશ્વમાં પ્રથમ વખત યુદ્ધના મેદાનમાં દારૂગોળો પહોંચાડવા માટે રોબોટિક 'ટર્ટલ'નો ઉપયોગ કરવાનો દાવો કર્યો છે. રશિયાનો દાવો છે કે તે રોબોટ દ્વારા યુદ્ધ ક્ષેત્રમાં હથિયારો પહોંચાડનાર પ્રથમ દેશ બની ગયો છે. રશિયા સ્થિત રોબોટ ડેવલપર કંપની આર્ગોના સીઈઓ કોન્સ્ટેન્ટિન બગડાસારોવે રશિયન રાજ્ય મીડિયા એજન્સી આરઆઈએ નોવોસ્ટીને જણાવ્યું હતું કે લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકમાં "ટર્ટલ"નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે 2022માં આક્રમણ શરૂ થયું ત્યારથી યુદ્ધ ક્ષેત્ર છે. આ રોબોટિક ટર્ટલ પાંચ કિલોમીટરના અંતર સુધી 500 કિલોનો ભાર સંભાળી શકે છે.
લુહાન્સ્કમાં કામ કરતો રોબોટ ટર્ટલ
રોબોટ ડેવલપર કંપનીના સીઈઓએ કહ્યું કે ટર્ટલ રોબોટનો પ્રોટોટાઈપ હવે લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકમાં રશિયન સૈન્ય એકમ સાથે ફ્રન્ટ લાઇન પર કામ કરી રહ્યો છે. તેનું મુખ્ય કાર્ય દારૂગોળો અને ફૂડ પહોંચાડવાનું છે. ખાસ કરીને, રોબોટ મોર્ટાર ક્રૂને શેલ પહોંચાડે છે. રશિયન આર્મી આ રોબોટ ટર્ટલના કામથી સંતુષ્ટ છે. તે ગરમી ઉત્પન્ન ન કરવાને કારણે, દુશ્મનના વોર્મ શોધતા રડાર પણ તેને શોધી શકતા નથી.
તેની ધીમી ગતિને કારણે તેને 'ટર્ટલ' નામ મળ્યું
આર્ગોના સીઈઓએ એ પણ સ્પષ્ટતા કરી કે આ રોબોટની મર્યાદિત હિલચાલને કારણે તેને ટર્ટલ નામ આપવામાં આવ્યું છે. તે પાયદળ સૈનિકોને ટેકો આપવા માટે રચાયેલ છે. તેની ટોપ સ્પીડ માત્ર 10 કિલોમીટર છે. જો કે, તે સરેરાશ માત્ર 6થી 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં દુશ્મનો તેને સરળતાથી જોઈ શકતા નથી. બગડાસરોવે એમ પણ કહ્યું કે સૈનિકોનું એક ગ્રુપ રેડિયો ટેગને ફોલો કરીને રોબોટ તેના ગંતવ્ય સુધી પહોંચી શકે છે.
રશિયન કંપની ભાવિ રોબોટ્સ પર કામ કરે છે
આર્ગો રોબોટ ડેવલપર કંપનીએ કહ્યું કે તે ભવિષ્ય માટે બીજા ઘણા રોબોટ્સ પર પણ કામ કરી રહી છે. નવા રોબોટમાં વિસ્તારના ઇલેક્ટ્રોનિક નકશા, ગ્રાઉન્ડ સ્કેનિંગ માટે રડાર અને સેટેલાઇટ કમ્યુનિકેશન હશે. આ વાહનો મોટા હશે અને તેમાં અલગ ચેસીસ, વ્હીલ્સ અને ટ્રેક હશે. આ રોબોટની જાહેરાત ત્યારે કરવામાં આવી છે જ્યારે થોડા દિવસો પહેલા એક રશિયન સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક માનવરહિત ગ્રાઉન્ડ વ્હીકલ (યુજીવી) દુશ્મનના ડ્રોન હુમલાથી બચીને ઘાયલ સૈનિકને બહાર કાઢતું દર્શાવવામાં આવ્યું હતું.