US Presidential Election: હવે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનના સ્થાને ઉમેદવાર બની શકે છે. એક સર્વેમાં પરિણામો તેમને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનાવવાની તરફેણમાં આવ્યા છે. રાસમુસેન રિપોર્ટ્સના એક મતદાન અનુસાર, લગભગ અડધા ડેમોક્રેટ્સે કહ્યું કે જો બાયડનની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોવા જોઈએ. આ સર્વેમાં 48 ટકા લોકોએ કહ્યું કે અમે પાર્ટીને જો બાયડનના સ્થાને અન્ય યોગ્ય ઉમેદવાર ઉભા કરવાનો અધિકાર આપીએ છીએ. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. જો કે, આ સર્વેમાં 38 ટકા ડેમોક્રેટ્સનો મત હતો કે જો બાયડનને બીજી તક મળવી જોઈએ.