નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025નું કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે દેશની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે 6.81 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રકમ ગયા વર્ષના રુપિયા 6.2 લાખ કરોડ કરતાં વધુ છે, જે રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ બજેટમાં, સશસ્ત્ર દળોના આધુનિકીકરણ અને કાર્યકારી ક્ષમતાઓ વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
અપડેટેડ Feb 01, 2025 પર 04:59